સુસાઈડ નોટમાં લખ્યું હું મારા મનથી આપઘાત કરું છું બીબીએના વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો

0
8

સુરત,તા.૧૮
સુરત શહેરમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે હૃદયને હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે. વિદ્યાર્થી બિલ્ડિંગના નવમાં માળેથી કૂદ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના વેડરોડની તુલસી રેસિડેન્સીમાં એક બીબીએના વિદ્યાર્થીએ નવમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વિદ્યાર્થીઓ એક સુસાઈડ નોટ પણ લખી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જાઈ શકાય છે કે વિદ્યાર્થી ધડામ કરતા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે પડે છે. નીચે પટકાયા બાદ એક વખત તે થોડો હવામાં ઉછળે છે.
આપઘાત પહેલા વિદ્યાર્થીએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી છે. રોમન અંગ્રેજીમાં લખેલી નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે, “હું મારા મનથી આપઘાત કરું છું. મારા આપઘાત પાછળ બીજું કોઈ કારણ જવાબદાર નથી. મારે મારા દિમાગમાં આવતા નકારાત્મક વિચારોથી છૂટકારો મેળવવો છે.
વિદ્યાર્થીના આપઘાત અંગે ચોક બજાર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. મૃતક વિદ્યાર્થીનું નામ પાર્થ હોવાનું માલુમ પડ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY