સુરત,તા.૧૮
ઓલપાડ તાલુકાના ભાંડુત ગામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાએ ચડ્યું છે. સુરત મહાનગરપાલિકાની ડપિંગ સાઈટ ત્યાં બનાવવાનો વિરોધ કરી રહેલા ગ્રામવાસીઓએ આજે નવતર કાર્ય હાથ ધર્યું છે. ભાંડુત ગામના તળાવની તૂટી ગયેલી પાળ લોકોએ કોઈપણ સરકારી સહાય વિના જાત મહેનતથી શ્રમદાન કરીને બનાવવાની શરૂ કરી છે.
ભાડુંત ગામની સીમમાં આવેલા બ્લોક નંબરહ ૫૫માં ગ્રામજનો તળાવના તૂટી ગયેલ પાળા બનાવવાનું શરૂ કર્યું છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆત છતાં સરકાર દ્વારા પાળ નહીં બનાવાતા ગ્રામજનોએ જાતમહેનતે પાળ બનાવવાની શરૂઆત કરી છે. બ્લોક નંબર ૫૫ની જગ્યામાં પાળ બનાવવામાં આવી રહી છે. પાળ બનાવવાથી સિંચાઈના પાણીનો સંગ્રહ થઈ શકશે.
ભાંડુત ગામના રહેવાસીઓ દ્વારા શ્રમયોગના નિર્ણય સાથે જમવાનું પણ ઘરેથી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે સવારે ૨૦૦થી વધુ લોકો જમવાનું સાથે લઈને આવ્યા છે. અને જાત મહેનત ઝિંદાબાદના નારા સાથે તળાવની પાળ બનાવવાનું કામ શરૂ કર્યું છે. શ્રમયોગમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ જાડાયા છે.
સુરત પાલિકા દ્વારા ભાંડુત ખાતે ડપિંગ સાઈડ બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યા છે. જેને લઈને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. અને ક્લેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ડપિંગ સાઈડની વિરોધમાં ગ્રામજનો એક થયા હતા. દરમિયાન આજે ફરી લોકો એક થઈ જાત મહેનતે પાળ બનાવવાનું શરૂ કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





