ન્યુ દિલ્હી,તા.૧૮
સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTR ની બાયોપિક Kathanayakuduથી વિદ્યા બાલન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે NTR ની પત્નીનો રોલ નિભાવતી નજરે પડશે.
વિદ્યાના ઈન્સ્ટા ફેનક્લબ એકાઉન્ટ પરથી એક્ટ્રેસની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં NTR ની બાયોપિકમાં તેનો આ લુક હોવાનું કહેવાય છે. તસવીરમાં વિદ્યા બાલન વ્હાઇટ અને રેડ બોર્ડરની સાડી પહેરેલી છે. તે સાઉથ ઈન્ડીયન લુકમાં નજરે પડી રહી છ. માથામાં ગજરો પણ નાંખ્યો છે.
સાઉથની સિનેમાના દિગ્ગજ એક્ટર અને રાજનેતા દ્ગ્ઇની બાયોપિકને ક્રિશ જગરલમુદી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ ભાગ ૯ જાન્યુઆરીએ રિલીઝ થશે. જ્યારે બીજા હિસ્સો ગણતંત્ર દિવસ પર રજૂ કરવામાં આવશે.
આ ફિલ્મ ૫૦ કરોડ રૂપિયાના બજેટથી બની રહી છે. ફિલ્મની કહાની નંદમુરી તારકા રામારાવ (NTR)ના જીવન અંગે છે. જેઓ એક અભિનેતા, પ્રોડ્યૂસર, નિર્દેશક, એડિટર અને રાજનેતા હતા. તેમણે ૭ વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




