ગાંધીનગર,તા.૧૮
કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મેનીફેસ્ટોની પણ તૈયારીને શરૂ કરી છે. કોંગ્રેસે જેના માટે અલગ-અલગ ૨૦ વર્કિગ ગ્રૂપ બનાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુચના બાદ જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ બેઠક યોજાશે. કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ પાસેથી શહેરી વિસ્તાર અંગે સૂચન માગ્યા છે. કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદાઓને મેનિફેસ્ટોમાં સ્થાન આપી શકે છે. આ ઉપરાંત શહેરી નાગરીકોના જીવનમા કેવી રીતે પરિવર્તન લાવી શકાય તે અંગેના સુચનો પણ માગવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે છેલ્લી ઘડીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. અને ભાજપે પણ કર્ણાટકની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ત્યારે મહત્વનું છે કે મેનિફેસ્ટોએ લોકોને કરેલા વાયદાઓનો લેખિત પુરવા સમાન ગણાવવામાં આવે છે. તો ૨૦૧૯ની ચૂંટણીમાં મેનિફેસ્ટો પણ એક મહત્વનો મુદ્દો બની રહેવાનો છે. કારણ કે દરવખતે કોંગ્રેસ ભાજપ પર તેના મેનિફેસ્ટોમાં રામમંદિરના મુદ્દાને લઈને પ્રહાર કરે છે. પહેલા ભાજપ પોતાના પહેલા પેજ પર રામ મંદિરનો મુદ્દો રાખતી હતી. જ્યારે હવે ભાજપ પોતાના મેનિફેસ્ટોમાં છેલ્લે રામ મંદિર રાખે છે. આવા મુદ્દા સાથે કોંગ્રેસ ભાજપ પર આવા પ્રહાર કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





