દેશમાં વિકાસની વાતો તો ઘણી થાય છે. પરંતુ વિકાસ કિયાય દેખાતો નથી અને તેનું કારણ છે આપણી પશ્ચિમી દેશો નજરમાં રાખી આંધળી દોટમુકી છે. પરંતુ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. એ વાતને નજરમાં રાખીને વિકાસની દોટ ભરવાની હતી પરંતુ આપણેવગર વિચાર્યે અમેરિકાનાં વિકાસને જાઇને દોડવાનું શરૂ કર્યું જેનાં પરિણામો આપણા લોકો ભોગવી રહ્યા છે. લોકો ત્રસ્ત છે. દેશમાં ખેતીને પ્રાધાન્ય આપી જૈવિક ખેતીને જ પ્રાધાન્ય આપવાનું હતું પરંતુ વિદેશી સંસ્કૃતિનાં આંધળા અનુકરણે ખેત ઉત્પાદનો વધારવા કેમિકલયુક્ત ખાતરોનો ઉપયોગ શરૂ કર્યો-કરાવ્યો. જે કેમિકલ ખાતરોથી ભવિષ્યે જમીન તેની ફળદ્રુપતા ગુમાવશે તેનો કોઈએ વિચાર ન કર્યો. વળી કેમિકલ ખાતરોનાં ઉપયોગને લઈને ખેત પેદાશોને નુકશાન કરતી જીવાતોનો ઉપદ્રવ થતા તેને ખતમ કરવા વિવિધ દવાઓનો છંટકાવ કરવા આ દવાઓનાં કારખાના દેશમાં ઉભા થયા જેનાં શરૂના પરિણામ સારા હતા પણ લાંબે ગાળે નુકશાન કરતા સાબિત થયા તેમાં પણ “પેસ્ટીસાઈઝડ” નામનાં અતિ ઝેરી કેમિકલનો ઉપયોગ થઇ રહ્યો છે જેમાં દેશભરમાં આ કેમિકલનાં ઉપયોગ સામે ૧૫થી ૧૮ટકા પેસ્ટીસાઈઝડનોઉપયોગ દેશના વિવિધ રાજ્યોની ક્ષેત્રફળની સરખામણીએ માત્ર બે ટકા જમીન ધરાવે છે. તે પંજાબ રાજ્યમાં ખેતીક્ષેત્રે થઇ રહ્યો છે. જેનાં પરિણામે પંજાબનાં ગામડાઓમાં એક પણ એવું ગામ નહિ હોય કે જ્યાં જીવલેણ કેન્સરનાં દર્દીઓ ન હોય અને પંજાબનું ખેત ઉત્પાદન ભારતભરમાં ઠલવાય છે. એટલેકે ભવિષ્યે ભારતમાં કેન્સરનાં દર્દીઓ વિશ્વભરમાં સૌથી વધુ હશે..!!
ઉપરોક્ત એક જ ઉદાહરણ પુરતું છે. નહિ તો તામીલનાડુ પણ આજ રીતે પેસ્ટીસાઈઝડ કેમિકલનો ઉપયોગ તો શું સરકાર નાળિયેર –કેળાનાં વધુ ઉત્પાદન માટે હવાઈ છંટકાવ કરાવતી હતી. જેનો ભારે વિરોધ થયા બાદ સરકારે જ આ ખેતીની દવા પર પ્રતિબંધ મુકી દીધો. પણ કેન્દ્ર સરકાર કે અન્ય રાજ્યોની સરકાર આજે પણ આવા ઉત્પાદનો પર પ્રતિબંધ નથી મુકતી. જા ખેતીક્ષેત્રે વિકાસ તરફ ધ્યાન આપવામાં આવ્યું હોત તો વિશ્વમાં ખેતીક્ષેત્રેભારત નંબર વન હોત..!! પણ સરકારે વિકાસ કરવા ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વ આપ્યું અને વિદેશથી અનેકઉદ્યોગો ભારતમાં આવ્યા જેમાં જે-તે દેશોએ કેમિકલ ઉદ્યોગોને મંજુરી આપી ન હતી કે જેનાંથી લોકોની હેલ્થને નુકશાન થાય તેવા ઉદ્યોગો પણ ભારતમાં આવી ગયા જેનાંથી ધીરી ગતિએ ભારતનાં લોકોની હેલ્થ બગડવા તરફ અસર કરી દીધી છે. ઉપરાંત સરકારે આવા ઉદ્યોગો સ્થાપવા બિન ઉત્પાદક જમીનનાં સ્થાને ફળદ્રુપ–ખેતીની જમીનો પણ આપી દીધી. પરિણામે ઔધોગિક ક્ષેત્રે દેખાતો વિકાસ ખેતી ઉત્પાદનને ખતમ કરીને થયેલો વિકાસ બની ગયો છે અને હવે ખેત ઉત્પાદન પણ ઘટવા લાગ્યું છે. જે ભવિષ્યે દેશને ક્્યાં લઇ જશે તે તો સમય જ બતાવશે… હાં એટલુંચોક્કસ છે કે વિકાસ થવો જરૂરી છે પણ અન્ય ક્ષેત્રને ડુબાડીને કે ખતમ કરીને નહિ. તેને માટે દુરદેશી જરૂરી છે. જેનીઉણપ દેશમાં છે. પરિણામે વિકાસની વાતો ઊંધા પાટે દોડી રહી છે.
વિકાસ થવો જરૂરી છે પણ લોકોને નુકશાન થાય, જીવોને નુકશાન થાય તેવો ન હોવો જાઈએ. વિશ્વકક્ષાએ કદમ મેળવવા વિકાસવિકાસ થવો જ જાઈએ તેમાં બેમત નથી પણ ભારત ખેતીપ્રધાન દેશ છે એટલે ખેત ઉત્પાદન વધવાના વિકાસને પ્રાથમિકતા આપી પછી અન્ય વિકાસના કાર્યો તરફ ધ્યાન આપવું જાઈએ અને તો જ સફળતા મળશે…
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



