હવે બીએડ્‌ પાસ થયેલા પણ એકથી પાંચ ધોરણમાં અભ્યાસ કરાવી શકશે

0
26

ન્યુ દિલ્હી,તા.૫
બીએડ્‌ થયા બાદ નોકરીની રાહ જાઈ રહેલા યુવક અને યુવતીઓ માટે આનંદના સમાચાર એ છે કે તેઓ પણ હવે આગામી દિવસોમાં આવી ડિગ્રી સાથે એકથી પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ કરાવી શકશે. આ અંગે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ(એનસીઈટી)એ આ અંગે નવા નિયમની જાહેરાત કરી દીધી છે. જાકે આવી નોકરી મેળવનારા યુવક અને યુવતીઓને બે વર્ષમાં છ માસનો બ્રિજ કોર્ષ પૂરો કરવો પડશે.
એનસીઈટી તરફથી પ્રકાશિત કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ૫૦ ટકા ગુણ સાથે સ્નાતક અને બીએડ્‌ની ડિગ્રીને પણ માન્ય ગણવામા આવશે.જાકે શિક્ષક બની ગયા બાદ જેતે યુવક કે યુવતીઓએ બે વર્ષમાં છ માસનો બ્રિજ કોર્ષ પૂરો કરવો પડશે.જે ડિપ્લોમા ગણાશે.
કેટલાંક રાજ્યોની માગણીના આધારે બીએડ્‌ પાસ ઉમેદવારોની પ્રાથમિક શાળામાં શિક્ષકો તરીકે ભરતી કરવામાં આવી છે. જાકે આ માટે હાલ જે તે રાજ્યોએ કેન્દ્ર સરકારમાંથી ખાસ પરમિશન લેવી પડે છે તેને બદલે આગામી દિવસોમાં સામાન્ય રીતે આવી ભરતી કરી શકાશે.
લોકસભામાં એક સવાલના જવાબમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળામા ૯,૦૭,૫૮૫ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. તેમાંથી ૫૦ ટકા ખાલી જગ્યા માત્ર ચાર રાજ્ય બિહાર, યુપી, મધ્યપ્રદેશ અને ઝારખંડ તેમજ પશ્વિમ બંગાળમાં જ છે. તેથી સરકારે આવી સમસ્યા હલ કરવા આ નવી જાગવાઈ કરી છે. ત્યારે બીએડ્‌ થયા બાદ નોકરીની રાહ જાઈ રહેલા યુવક અને યુવતીઓેને પણ પ્રાથમિક શિક્ષક બનવાની તક મળી શકશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY