દુબઈ,તા.૧૮
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન એવી વિચિત્ર રીતે આઉટ થયો હતો જેનો ક્રિકેટ ઈતિહાસમાં જાટો જડવો મુશ્કેલ છે.
ક્રિકેટની રમતમાં આ રીતે આઉટ થવાની પહેલી ઘટના હશે. પાકિસ્તાનની બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન બેટ્સમેન અઝહરઅલીએ પીટર સીડલના બોલ પર ઓફ સાઈડમાં શોટ ફટકાર્યો હતો. બોલ થર્ડ મેન તરફ ગયો હતો જ્યાં કોઈ ફિલ્ડર નહોતુ.
અઝહર અલીએ જાકે એ પણ જાવાની તસ્દી લીધી નહોતી કે બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર ગયો છે કે નહી.તેણે ફોર વાગી છે તેમ સમજીને અડધી પીચ પર આવી સાથી બેટ્સમેન અસદ શફીક સાથે વાત કરવા માંડી હતી. અસદ શફીકને પણ બોલ બાઉન્ડ્રીને ટચ નથી કર્યો તે દેખાયુ નહોતુ.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ફિલ્ડર સ્ટાર્કે બોલ ઉઠાવીને થ્રો કર્યો હતો અને વિકેટ કીપર ટીમ પેને બેલ્સ ઉડાવી દેતા અઝહર અલી રન આઉટ થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયન પ્લેયર્સનુ સેલિબ્રેશન જાઈને પહેલા તો અઝહરઅલીને ખ્યાલ જ નહોતો આવ્યો કે શું થઈ રÌš છે. જ્યારે તેને આખી વાતની ખબર પડી ત્યારે મોડુ થઈ ગયુ હતુ.
અઝહરઅલી ૬૪ રન બનાવીને કદાચ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મૂર્ખતાપૂર્ણ રીતે રનઆઉટ થયો હતો.પેવેલિયનમાં બેઠેલા પાકિસ્તાની પ્લેયર્સના મોઢા પણ જાવા જેવા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






