મી-ટુની એકપક્ષી સ્ટોરીઝ પ્રગટ ન કરો પ્લીઝ… : સુશાંતસિંઘ

0
25

મુંબઈ,તા.૧૮
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિયેશન (સિન્ટા)ના મહામંત્રી અને અભિનેતા સુશાંત સિંઘે મિડિયા જાગી એવી અપીલ કરી હતી કે મી ટુ આંદોલનની એકપક્ષી વિગતો રજૂ કરવાનું બની શકે તો ટાળજા, પ્લીઝ…
‘કોઇ મહિલા કલાકાર ખોટું બોલે છે એવું અમે નથી કહેતા પરંતુ મી ટુ આંદોલનમાં જે રીતે વાતો વહેતી થઇ છે એને કારણે કોણ ખરેખર કેટલું સાચું કહે છે એનું અનુમાન કરવાનું બહુ મુશ્કેલ થઇ પડયું છે. એકપક્ષી અહેવાલોના કારણે કોઇ કલાકારની કારકિર્દીને ગ્રહણ લાગી શકે છે. એટલે બને ત્યાં સુધી હકીકતોની ચકાસણી કર્યા વિના કે પૂરતા પુરાવા મેળવ્યા વિના આવી વાતોને પ્રસિદ્ધ કરવા પહેલાં બે વાર વિચાર કરવાની મારી મિડિયાને વિનંતી છે’ એમ સુશાંત સિંઘે કહ્યું હતું.
સિન્ટાએ કોઇ પુરાવા વિના સિનિયર અભિનેતા નાના પાટેકર સામે કોઇ પગલાં લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. નાનાના ધૂની મિજાજ વિશે બધા જાણે છે પરંતુ એ આટલી હદે સમગ્ર યુનિટની હાજરીમાં નીચે ઊતરી શકે એ વાત ગળે ઊતરતી નથી એવું સુશાંત સિંઘની વાત પરથી લાગતું હતું.
તેમણે વધુમાં કહ્યું કે અત્યારે ફક્ત બોલિવૂડને કેન્દ્રમાં રાખવાની વૃત્તિ નજરે પડે છે. માનવ જીવનના દરેક ક્ષેત્રમાં આવું થતું રહ્યું છે એટલે માત્ર મનોરંજન ઉદ્યોગમાંજ મહિલાઓની કનડગત થઇ રહી છે એવો જે માહૌલ સર્જાઇ રહ્યો છે એ યોગ્ય નથી. કેટલાક લોકો આ આંદોલનનો ગેરલાભ લેવા મથી રહ્યા હોય એવું અમને લાગે છે માટે મિડિયાએ વધુ સાવધાન રહેવાની જરૃર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY