હું સગાંવાદથી બોલિવૂડમાં આવ્યો નથી : રોહન મેહરા

0
7

મુંબઈ,તા.૧૯
સદ્ગત અભિનેતા વિનોદ મહેરાના અભિનેતા પુત્ર રોહને કહ્યું હતું કે બોલિવૂડમાં સો ટકા સગાંવાદ પ્રવર્તે છે. પરંતુ મને એના લાભ મળ્યા નથી કે હું સગાંવાદથી ફિલ્મોમાં આવ્યો નથી.
‘બોલિવૂડમાં સો ટકા સગાંવાદ પ્રવર્તે છે અને સ્ટાર કીડ્‌સને અણધાર્યા લાભ મળે છે એ હકીકત છે. પરંતુ મારી વાત કરું તો મને સ્ટાર કીડ્‌સના કોઇ લાભ મળ્યા નથી. હું સગાંવાદને લીધે ફિલ્મોમાં આવ્યો નથી. મેં સતત સંઘર્ષ કર્યો છે. કેટલાય ઓડિશન્સ આપ્યાં છે અને અગાઉ કેટલીય વાર મને નકારવામાં આવ્યો હતો. સતત ત્રણ વર્ષ સંઘર્ષ કર્યા બાદ મને આ ફિલ્મ મળી છે’ એમ રોહને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે સગાંવાદનો લાભ મને મળ્યો હોત તો હું કીયારનો અભિનેતા બની ગયો હોત.
હાલ રોહન સૈફ અલી ખાન સાથે બાઝાર ફિલ્મમાં આવી રહ્યો છે. એણે કહ્યું કે હું સેટ પર જતો ત્યારે સૈફ અલી ખાન સાથે કામ કરવાના વિચાર માત્રથી ડરી જતો હતો. પરંતુ તમે સાચું માનજા, એણે મને કદી એવું લાગવા દીધું નહોતું કે હું સાવ નવોદિત છું. એ નોર્મલ વ્યકિતની જેમ મારી સાથે વર્તતા હતા અને મને મારું કામ સંતોષકારક રીતે કરવા મળે એ રીતે અવકાશ સર્જી આપતા હતા. એમણે કદી એવું લાગવા દીધું નહોતું કે એ સિનિયર અને આગેવાન સ્ટાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY