શનિવારી બજારમાં હપતાની ઊઘરાણી કરનાર મહિલા સહિત ચાર વિરૂઘ્ધ ફોજદારી

0
58

ડક્કા ઓવારા પાસે ભરાતા શનિવારી બજારમાં ધંધો કરવા માંગતા ફેરિયાઓ અને લારીવાળાઓ પાસે હપ્તો માંગનાર મહિલા સહિત ચાર વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી અહીં ખંડણી ઉઘરાવવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી. દરમ્યાન મોસીનખાન પઠાણ નામના વેપારીએ અઠવા લાઈન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની હિંમત કરી હતી.
શનિવારે સવારે છ વાગ્યે મીનાક્ષીબેન નામની મહિલા ઉપરાંત કનેયો, પ્રકાશલાલા અને વીકીની ટોળકી તેમની પાસે હપ્તો માંગવા આવી હતી. મોસીન ઉપરાંત અકબરખાન પાસે પણ આ ટોળકીએ લારી મૂકવા માટે હપતાની માંગણી કરી હતી.
જે આપવાના કરેલાં ઈન્કાર સામે અકબરખાને માર મારી મોસીનખાનને પણ મારી નાંખવાની ધમકી આપતાં બંને છેવટે અઠવા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. મોસીનની ફરિયાદને પગલે પોલીસે આ ચારેય વિરૂદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો હતો. જોકે હપ્તાની આ પ્રવૃત્તિ પાછળ કેટલાક તત્વો પ્રોત્સાહન આપતી હોવાના ભૂતકાળમાં આક્ષેપો થયા છે. આ સંજોગોમાં હપ્તાખોરોને પ્રોત્સાહન આપતી ટોળકીની પાછળ રહેલાં સૂત્રધારોની પણ તપાસ થાય તે જરૂરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY