ચાલુ વર્ષે વરસાદ સામાન્ય કરતા નવ ટકા ઓછો રહ્યો આજથી ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લેશે

0
25

ન્યુ દિલ્હી,તા.૧૯
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું શનિવારે દેશના તમામ ભાગોમાંથી વિદાય લેશે. ભારતીય દ્વીપકલ્પમાં ચોમાસુ બેસવા સાનુકુળ સ્થિતિ સજર્જાઈ છે અને હવે અહી ઓકટોબર-ડિસેમ્બરમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ ચોમાસાને પગલે દક્ષિણ દ્વીપકલ્પમાં કુલ વરસાદનો ૩૦ ટકા હિસ્સો ઓકટોબર-ડિસેમ્બર સીઝનમાં આવે છે. ખાસ કરીને તામિલનાડુમાં ૪૮ ટકા વરસાદ આ ગાળામાં પડે છે.
ઇન્ડિયન મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ જણાવ્યું હતું કે, ૨૦ ઓકટોબર ૨૦૧૮થી સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાવા માટે સાનુકુળ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહેલી સપ્ટેમ્બરથી પાછું ખેંચાવાની શરૂઆત થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૭૦ ટકા વરસાદ જૂન-સપ્ટેમ્બરના ગાળામાં પડે છે. ચાલુ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ૯ ટકા ઓછો રહ્યો છે.
આઈએમડીના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વરસાદ પાછો ખેંચાવાની પ્રક્રિયા નિર્ધારિત સમયથી લગભગ એક મહિનો મોડી શરૂ થઈ છે અને તેને લીધે એકંદર વરસાદ પર પણ અસર થઈ છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ વરસાદની ઘટ ૨૨ ટકા રહી છે. આઈએમડીના નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના હેડ કે સતી દેવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે દેશના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાથી અમે ચોમાસુ પાછું ખેંચાવાની આગાહી કરી શકયા ન હતાં. જાકે, ૨૦ ઓકટોબરથી ચોમાસુ સંપૂર્ણપણે પાછું ખેંચાવાની ધારણા છે. નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાતાની સાથે દક્ષિણ દ્વીપકલ્પ સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં સૂકા હવામાનની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ દ્વીપકલ્પમાં ચાલુ સપ્તાહના અંત ભાગમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. ઉત્તર-પૂર્વ ભારતના અમુક ભાગોમાં આગામી કેટલાક દિવસમાં છૂટાછવાયા વરસાદની શકયતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY