ન્યુ દિલ્હી,તા.૧૯
હરિયાણાના પલવલમાં બની રહેલી મસ્જિદ માટે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન દ્વારા ફડિંગ કરાયુ હોવાના ખુલાસા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ નવો ધડાકો કર્યો છે.
જે પ્રમાણે આ મસ્જીદ માટે આતંકવાદી સંગઠનના આકા હાફિઝ સઈદ અને ફલાહ એ ઈન્સાનિયત તેમજ લશ્કરે તૈયબા છેલ્લા પાંચ વર્ષથી ફડિંગ કરી રહ્યા છે.
પલવલની આ મસ્જિદ બનાવવા પાછળ અઢી કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. લશ્કરે તૈયબાએ દુબઈના હવાલા ઓપરેટર સલમાન થકી ૮૦ લાખ રુપિયા મોકલ્યા હતા. બાકીના પૈસા ક્્યાંથી આવ્યા છે તેની તપાસ થઈ રહી છે. એનઆઈએનુ કહેવુ છે કે આતંકવાદી સંગઠનો દ્વારા રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મુંબઈ અને કાશ્મીરમાં પણ પૈસા પહંચ્યા છે.
હરિયાણાની મસ્જિદ માટે દુબઈ નિવાસી પાકિસ્તાની નાગરિક કામરાનના નામથી ૮૦ લાખ રુપિયાનો ચેક મળ્યો હતો. એવુ મનાય છે કે કામરાન આંતકી સંગઠન માટે કામ કરે છે અને ભારતમાં ટેરર ફંડિંગનુ કામ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



