વિદ્યાર્થીને બિભત્સ મેસેજ કરી માનસિક ત્રાસ આપનાર પ્રોફેસર સસ્પેન્ડ

0
14

સેલવાસ,તા.૧૯
સેલવાસના કરાડ ખાતે આવેલી કોલેજના પ્રોફેસર સામે વિદ્યાર્થિને બિભત્સ મેસેજ કરી માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ બાદ ગંભીર બનેલા પ્રશાસને પ્રોફેસરને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. પ્રોફેસર સામે મહિલા તથા કોલેજના રસોઈયાએ પણ ફરિયાદ કરી હતી.
સેલવાસ નજીકના કરાડ ખાતે આવેલી સરકારી કોલેજમાં હોટલ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોલેજના એચઓડી એવા પ્રોફેસર રાજીવ દયાલ લાંબા સમયથી બિભત્સ મેસેજ અને ફોટા મોકલી હેરાન પરેશાન કરતો હતો. લાંબા સમયથી પ્રોફેસર દ્વારા કરાતી હરકતથી કંટાળીને વિદ્યાર્થિનીએ કોલેજના આચાર્ય અને પ્રશાસનને રાવ કરી હતી. ગંભીર બનેલા પ્રશાસને વિદ્યાર્થિનીની આપવિતી સાંભળી પ્રોફેસર સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પ્રોફેસર સામે વિદ્યાર્થિની બાદ પાડોશમાં રહેતી મહિલાએ પણ બિભત્સ માંગણી કરવા અંગે ઉચ્ચ અધિકારીને રાવ કરી હતી. તો કોલેજના રસોઈઆએ પણ પ્રોફેસરના કરતૂતો અંગે ફરિયાદ કરી હતી. રાજીવ દયાલ સામે ગંભીર આક્ષેપો સાથે થયેલી ત્રણ ફરિયાદ થયા બાદ પ્રશાસન ગંભીર બની રાજીવ દયાલને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY