પેરિસ,તા.૨૫
આજકાલ બાળકોમાં ક્રોધનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ જ કારણ છે કે તેઓ કોઈની પણ વાત સહન કરી શકતા નથી અને ગુસ્સામાં ન કરવાના કામ પણ કરી બેસે છે. આવી જ એક ઘટના પેરિસની એક શાળામાં બની છે. પેરિસમાં એક વિદ્યાર્થીએ શાળામાં એવું કામ કર્યુ છે કે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
પેરિસની એક શાળામાં શિક્ષકએ ૧૫ વર્ષના એક વિદ્યાર્થીને હોમવર્ક વિશે પુછ્યું અને તે વિદ્યાર્થીને આ વાત પર ગુસ્સો આવ્યો. વિદ્યાર્થીને એવો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની ટીચર સામે પિસ્તોલ તાંકી દીધી. કાયદાના નિયમાનુસાર વિદ્યાર્થીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ આ ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે.
આ અંગે મળતી વિગત અનુસાર વર્ગ શિક્ષકે જ્યારે વિદ્યાર્થીઓને હોમવર્ક વિશે પુછ્યું ત્યારે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો અને પોતાની જગ્યાએથી ઊભા થઈ અને શિક્ષક સામે આવી ગયા. તેમાંથી એક વિદ્યાર્થીના હાથમાં પિસ્તોલ હતી અને બીજાના હાથમાં કેમેરો. ત્યારબાદ વિદ્યાર્થીએ પિસ્તોલ શિક્ષકના માથા પર મુકી દીધી અને તેને નીચે નમવાની ધમકી આપી. આ ઘટના સમયે અન્ય વિદ્યાર્થીઓ અશ્લીલ ઈશારા કરવા લાગ્યા. આ ઘટનાનો અન્ય વિદ્યાર્થીએ વિડીયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. આ વિડીયો ગણતરીની જ કલાકોમાં વાઈરલ થયો અને ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોં સુધી પહોંચી ગયો. આ વિડીયો જાયા બાદ ઈમૈનુઅલએ સંબંધિત છાત્રો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ કર્યા.
વિદ્યાર્થીઓની ધકપકડ બાદ તેમને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જજ સમક્ષ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ શિક્ષકને નકલી પિસ્તોલથી ડરાવી તેનો વિડીયો ઉતારવા માંગતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



