તિરુવનંતપુરમ્,તા.૧૯
ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB)ના પૂર્વ પ્રમુખ પ્રયાર ગોપાલક્રિશ્નને શુક્રવારે આરોપ લગાવતા જણાવ્યું કે, સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશનો વિવાદ એક એજન્ડા અંતર્ગત ઊભો કરવામાં આવ્યો છે. સમગ્ર વિવાદમાં પોલીસ પણ સંડોવાયેલી છે.
વિરોધમાં કોઈ રાજકીય એન્ગલ હોવાનો ઈનકાર કરતા ગોપાલક્રિશ્નને વધુમાં જણાવ્યું કે, સબરીમાલા મંદિર એ ‘સેક્સ ટૂરિઝમ’નું સ્થાન નથી, ભગવાન અયપ્પાનું નિવાસસ્થાન છે. TDBના પ્રમુખ એ. પદ્મકુમારે જણાવ્યું કે, વિરોધનો અંત લાવવા અને સામાન્ય સ્થિતી ઊભી કરવા માટે બોર્ડ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, અમે આ મુદ્દે કોઈ રાજકારણ રમવા માગતા નથી.
તમામ વયજૂથની મહિલા શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અંગે જે વિરોધ ચાલી રહ્યો છે, તેનો અંત લાવવા તેમણે જણાવ્યું કે, TDB સુપ્રીમના ચૂકાદા સામે રિવ્યુ પિટીશન કરવા પણ તૈયાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





