અંબાજી,તા.૨૧
રાજ્યના યાત્રાધામ અંબાજીમાં આવક સતત વધતી જાય છે, ઉપરાંત અંબાજીમાં સોનાની ભેટ આપનારા દાતાઓની સંખ્યા પણ વધતી જાય છે. નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તોએ મંદિરમાં રૂ. ૨.૫૯ કરોડનું દાન કર્યું છે. જેમા સોના-ચાંદી સહિત પૈસાનો ચઢાવો કરવામાં આવ્યો હતો.
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં નવરાત્રિનો ભંડારો ગણાયો હતો જેમા કુલ દાન દક્ષિણાની રૂપિયા ૨. ૫૯ કરોડની આવક થઈ હતી. ભક્તો દ્વારા કરાયેલ દાનમાં ૧૪૩૪ ગ્રામ સોનું અને ૪૧૩૮ ગ્રામ ચાંદીનો ચઢાવો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યાં છે. બીજી તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત, કેટલાક સંઘોએ માતાજીને ધજા પણ ચઢાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પરીસર સહિતના વિસ્તારોમાં અદ્યતન સાધનોની મદદથી તપાસ કરાઇ હતી. અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતુ હોવાને લઇને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



