આજે દેશ ઓનલાઇન સિસ્ટમ માં હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે રાજપીપળા માં લોકો ધક્કે ચઢી રહ્યા છે

0
31

આર બી આઈ ની ગાઈડલાઈન મુજબ બેન્કો માં અંગુઠો મારતા ગ્રાહકો ને ચેકબુક ન અપાતા મુશ્કેલી

અમુક સરકારી યોજના કે અન્ય કામો માટે જે ગ્રાહકો ને ચેકબુક ની જરૂર હોય એ જો અભણ હોય અને અંગુઠો મારતા હોય તો બેંક માંથી ચેકબુક મળતી નથી

આજે રેશન કાર્ડ ઉપર મળતા અનાજ હોય આધાર કાર્ડ કે અન્ય પ્રોપર્ટી દસ્તાવેજી પુાવા હોય કે સરકારી કચેરીઓ પુરાતી હાજરી ( બાયોમેટ્રિક ) સહીત તમામ બાબતે ફિંગર ( અંગુઠો ) માન્ય રખાય છે તો બેન્કો માં કેમ નહિ..?

રાજપીપળા : રાજપીપળા માં છેલ્લા એક વર્ષ થી ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના માં ઘણા લાભાર્થીઓ એ ફોર્મ ભર્યા છે એ પૈકી અમુક અભણ અને બેંક ના ખાતા માં સહી ની જગ્યા એ અંગુઠો મારતા ગ્રાહકો ને સરકારી યોજના કે અન્ય કામો માટે બેંક દ્વારા ચેકબુક આપવાની સ્પષ્ટ ના પડાતા ગ્રાહકો અટવાઈ રહ્યા છે જોકે પ્રધાનમંત્રી આવાસ યોજના માં તો વિડ્રોલ ફોર્મ આપી ગાડું ગબડે છે પરંતુ બીજી અમુક બાબતે ચેકબુક વગર ગ્રાહકો બેન્કો ના ધક્કા ખાતા જોવા મળે છે છતાં અંગુઠો મારનાર ગ્રાહક ને ચેકબુક નથી મળતી

એક તરફ પી એમ મોદી તમામ બાબતે ઓનલાઇન ની વાત કરી સરકારી યોજના સહીત ની બાબતે તમામ વહીવટ કેશલેસ કરવા નો આગ્રહ રાખે છે સાથે બેન્કો માં પણ પૈસા ઉપાડવા કે ભરવા જતા ગ્રાહકો પાસે બેન્કો એ ટી એમ કાર્ડ અથવા ઓનલાઇન આપ દ્વારા વહીવટ થાય તો બેન્કો માં ગ્રાહકો ની ભીડ ન રહે સાથે ચલણી નોટો ની લેવડ દેવડ ઓછી કરવા ખાસ આગ્રહ રાખે છે પરંતુ આજ બેન્કો દ્વારા બેંક ના અભણ ાહકો કે જે પોતાની સહી કરી નથી શકતા એમને ચેકબુક આપવા માટે ધક્કે ચઢાવે છે ત્યારે હાલ મોટા ભાગની બાબત માં ઓનલાઇન સિસ્ટમ છે જેમાં રેશન કાર્ડ ઉપર મળતા અનાજ હોય આધાર કાર્ડ કે અન્ય પ્રોપર્ટી દસ્તાવેજી પુરાવા હોય કે સરકારી કચેરીઓ માં પુરાતી હાજરી ( બાયોમેટ્રિક ) જેવી તમામ બાબત તમામ બાબતે ફિંગર ( અંગુઠો ) માન્ય રખાય છે તો બેન્કો માં કેમ નહિ..? કેમ અંગુઠો મારનાર ગ્રાહક ને ચેકબુક અપાતી નથી…? શું ખાતું ખોલાવનાર ગ્રાહકો ના અંગુઠા ના ની છાપ જે તે બેંક દ્વારા રેશનકાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકો ની જેમ સ્કેન કરી મેચ નથી કરી શકાતી…? આ છે કેશલેસ સિસ્ટમ ની પ્રગતિ …? પી એમ મોદી પહેલા બેન્કો ની ગાઈડલાઈન માં સુધારા કરે ત્યારબાદ ગ્રાહકો પાસે ઓનલાઇન અને કેશલેશ બાબતે ની આશા રાખે એ જરૂરી છે .

આર બી આઈ ની ગાઈડલાઈન પ્રમાણે ચેકબુક નથી આપતા : બેંક મેનેજર (એસ બી આઈ ,રાજપીપળા )

રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી સ્ટેટ બેંક ના મેનેજર શ્રીમન સોલંકી ને આ બાબતે પૂછતાં એમને જણાવ્યું કે આર બી આઈ ની ગાઈડલાઈન પ્રમાણે અંગુઠો મારનાર ગ્રાહકો ને ચેકબુક આપતા નથી અન્ય ઓનલાઇન ની જેમ આપવામાં શું વાંધો છે એ બાબતે પૂછતાં એમને જણાવ્યું કે અંગુઠો મારનાર ગ્રાહકો ના ખાતા માંથી ક્યારેક કોઈ બનાવટ ન કરે અને ચેક મારફતે પૈસા ન ઉપાડી શકે એ માટે આ જરૂરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY