છાતીમાં દુઃખાવો ઉપડતાં નારાયણ સાંઈને સુરત સિવિલ હોસ્પિટલ લવાયો

0
31

સુરત,તા.૧૭
સાધિકા બહેનો સાથેના દુષ્કર્મ કેસમાં ફસાયેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રોમા સેન્ટરમાં ઈસીજી કરાવ્યા બાદ સાંઈને એક્સ રે-સોનોગ્રાફી વિભાગમાં રિફર કરાયો હતો.
નારાયણ સાંઈએ લાજપોર જેલમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી લાજપોર જેલના તબીબો દ્વારા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં મેડિકલ ઓફિસરોએ પહોંચીને સારવાર શરૂ કરી હતી. ઈસીજીનો રિપોર્ટ કરીને તાત્કાલિક સારવાર વિભાગમાંથી નારાયણ સાંઈને એક્સ રે અને સોનોગ્રાફી વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો.
તંદુરસ્ત શરીર ધરાવતાં નારાયણ સાંઈના શરીરમાં વધારો થયો છે. શરીર ફૂલી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. શરીર વધતાં નારાયણ સાંઈને છાતિમાં દુઃખાવો ઉપડ્યો હોય તેમ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. તંદુરસ્ત શરીરના ધરાવતાં સાંઈને સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર પર એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.
નારાયણ સાંઈ લાજપોર જેલમાં અગાઉ માથાના દુઃખાવા, દાંતના દુઃખાવા અને હાડકાના દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે છાતિમાં દુઃખાવો ઉપડતાં તેની સારવાર કરવામાં આવી રહી છે. નારાયણ સાંઈ દર વખતે સિવિલ હોસ્પિટલ કે કોર્ટમાં પરિસરમાં મીડિયા સામે કંઈને કંઈ નિવેદન આપતો જાવા મળતો હતો.જા કે, આ વખતે પોલીસ કાફલો વધારે હોવાથી તેમજ નારાયણ સાંઈએ પણ કોઈ નિવેદન આપ્યું નહોતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY