સુરત,તા.૨૨
ચંદની પડવાના દિવસે સુરતીઓમાં ભૂસુ અને ઘારી ખાવાની પરંપરા છે. ત્યારે ઘારીના વિક્રેતાઓ દ્વારા ટનની સંખ્યામાં ઘારીની બનાવટ કરવામાં આવે છે. ઘારીમાં કોઈ ભેળસેળ કે અખાદ્ય પદાર્થનો ઉપયોગ થયો છે કે કેમ તે તપાસવા માટે પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઘારી વિક્રેતાને ત્યાં રેડ કરવામાં આવી હતી. અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકવામાં આવ્યાં હતાં.
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લીધાના બે દિવસ બાદ ઘારીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ઘારીને સેમ્પલ લેવા માટે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઈન્સપેક્ટર દ્વારા સાત ઝોનમાં ઘારીના વિક્રેતાને ત્યાં રેડ કરવામાં આવી હતી. ભાગળ વિસ્તારમાં ઘારીની બનાવટથી લઈને તૈયાર થાય ત્યાં સુધીની કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે ફૂડના સેમ્પલ લીધા હતાં.લીધેલા સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા ભૂજ ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. જા કે, માવાનો અખાદ્ય જથ્થો મળી આવ્યા બાદ તહેવાર ટાણે ફરીથી આરોગ્ય વિભાગ સક્રિય થતાં દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




