વિવાદો વચ્ચે સબરીમાલા મંદિરના કપાટ બંધ : મહિલાઓ ન કરી શકી દર્શન

0
9

તિરુવનંતપુરમ્‌,તા.૨૨
મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલ વિવાદની વચ્ચે કેરળના સરીમાલા મંદિરના ગેટ સોમવારે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિરની માસિક પાંચ દિવસીય પૂજા રવિવારે ખતમ થઈ, જે બાદ સોમવારથી મંદિરના ગેટ બંધ થઈ ગયા. સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવવાના આદેશ બાદ મંદિરના દરવાજા પાંચ દિવસીય પૂજા માટે ગત અઠવાડિયે ખુલ્યા હતા. મંદિર ખુલ્યા બાદ કોઈપણ મહિલા હજુ સુધી મંદિરમાં દર્શન કરવા જઈ શકી નથી.
સબરીમાલા મંદિરના ગેટ સોમવારે દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા. મંદિરમાં પાંચ દિવસીય પૂજા ખતમ થયા બાદ આવું કરવામાં આવ્યું. બુધવારે કપાટ ખુલવા પર મહિલાઓના પ્રવેશ માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર વર્ષો જૂના પ્રતિબંધને હટાવતા ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેટલાય સંગઠનો અને લોકોએ આનો વિરોધ કરી રહ્યા છે. આદેશ બાદ બુધવારે જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા તો પ્રદર્શનકારીઓએ વર્ષો જૂના રિવાજનો હવાલો આપતા મહિલાઓને મંદિરમાં જવા ન દીધી. જે બાદ પાંચ દિવસ સુધી કેટલીય મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, પરંતુ તેમને પરત મોકલવામાં આવ્યાં. ત્યાં રિપો‹ટગ કરવા ગયેલ કેટલીય મહિલા પત્રકારોને પણ પ્રદર્શનકારીઓએ નિશાન બનાવી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY