ન્યુ દિલ્હી,તા.૨૨
હાલમાં ભારત દેશ આગામી ચૂંટણી અર્થે રાજકીય યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયો છે. વર્તમાન સરકારની પાર્ટી અને વિપક્ષ પાર્ટી એકબીજા પર આરોપ અને લાંછન લગાવામાં એક પણ તકને જવા દેવા રાજી નથી. હાલમાં જ ખુલ્લો પડેલ સીબીઆઇ સ્પેશિયલ ડિરેક્ટર દ્વારા લાંચ લેવાનો મામલો વિપક્ષ માટે વર્તમાન સરકાર પર પ્રહારો કરવાની તકો લઇને આવ્યું છે. આ મામલે સીબીઆઇએ જાતે જ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના પર બે કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ મુકીને હ્લૈંઇ નોંધાવી હતી. જે પછી વિપક્ષ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાનું શરૂ કર્યુ હતું.
આ મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે પીએમના પ્રિય, ગુજરાત કેડર અધિકારી, ગોધરા એસઆઇટીના ચર્ચિત, સીબીઆઇમાં નંબર ટુ પદ પર ઘૂસપેઠ કરનાર હવે લાંચ લેવાના કૌભાંડમાં ફસાયા છે. વર્તમાન વડાપ્રધાનના નેતૃત્વમાં સીબીઆઇ રાજકીય દુશ્મનાવટ નિભાવવાનું હથિયાર બની ગઇ છે. આ એજન્સી સતત પોતાનું મૂલ્ય ઘટાડી રહી છે અને હવે પોતાની સાથે જ પોતાની લડાઇ લડી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





