રાજકોટ,તા.૨૨
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા અલગ અલગ ૧૦૦ કેન્દ્રો પર ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. બી.એ, એલ.એલ.બી, બી. જે. એમ. સી, બી.બી.એ. સહિતના વિવિધ ૩૨ વિભાગોમાં આ પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીનો છબરડો પ્રકાશમાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમ ૫ના ફાઉન્ડેશન ઇંગ્લિશના પેપરમાં પ્રશ્નોનો ટોટલ ૭૦ માર્કને બદલે ૬૦ માર્કનો થતો હતો. જેથી વિદ્યાર્થીઓની સાથે કોલેજ સંચાલકો પણ મુંજાયા હતા અને પરીક્ષા નિયામક પર ફોનનો મારો ચાલુ થયો હતો. યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની ભૂલનો અહેસાસ થતા શોર્ટનોટ ૧૦ માર્કને બદલે ૨૦ માર્કની પૂછવી પડી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



