સુરતમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે દેહવ્યાપાર, ૬ લલના પકડાઇ

0
581

સુરત,
તા.૨૯/૦૩/૨૦૧૮

મજૂરાગેટ આઇલેન્ડ બન્યો રેડ લાઈટ એરિયા

વિસ્તરતી હદ સાથે શહેરમાં ગોરખધંધાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શહેરના મજૂરાગેટ વિસ્તારમાં ગાંધી એન્જનિયરિંગ કોલેજથી આરટીઓ સર્કલ સુધીના માર્ગમાં રૃપલલનાઓનું દૂષણ હોવાની ફરિયાદ વારંવાર થતી રહી છે, પરંતુ, કોઇ કાર્યવાહી નહિ થતા દેહનો વેપાર કરનારાઓની હિંમત વધી ગઇ છે અને ગ્રાહક શોધી સરાજાહેર કામલીલા કરવામાં આવી રહી છે. મજૂરાગેટ જનશક્તિ આઇલેન્ડ ખાતે ચાલી રહેલા આ પ્રકારના ગોરખધંધા વીડિયોમાં કેદ થઇ ગયા છે. જે વીડિયો વાઇરલ થતા શહેરની રખેવાળીનો ઠેકો રાખનારાઓ સામે થૂ..થૂ.. થઇ રહી છે.

એકસમયે શહેરના મુઘલસરાઇ વિસ્તારમાં ચાલતા દેહવેપાર સામે શહેર પોલીસે કામગીરી કરી સરાજાહેર ચાલતું બજાર બંધ કરાવી સરાહનીય કામગીરી કરી હતી. જ્યારે આજે આ જ શહેર પોલીસના નાક નીચે દેહનો વેપાર કરનારાઓ પોલીસને પડકારી રહ્યા હોય તેમ બેફામ બન્યા છે. અત્યંત ટ્રાફિકથી ઊભરાતા અને સવારથી મોડી સાંજ સુધી ધમધમતા મજૂરાગેટ -રિગરોડ વિસ્તારમાં રૃપલલનાઓ ગ્રાહકો સાથે જાહેરમાં કામલીલા કરી રહી છે. મજૂરાગેટ ખાતે શહેરની રોનક વધારવા ઊભા કરાયેલા જનશક્તિ આઇલેન્ડના ગાર્ડનમાં જ રૃપલલનાઓ અને ગ્રાહકો શરીરસંબધ બાંધી રહ્યા છે. જેનો કોઇકે ઉતારેલો વીડિયો વાઇરલ થયો છે. જે વીડિયો મુજબ આઇલેન્ડમાં ઉભા કરાયેલા શિલ્પ અને સ્ટ્રકચરની આડમાં બે યુવતી અને યુવકો શરીરસંબંધ બાંધતા જણાઈ રહ્યા છે. દરમિયાન એક યુવતી અને યુવક વચ્ચે કોઇક બાબતે રકઝક થતી હોવાનું પણ જણાય છે. આ સમયે ત્યાં એક યુવક શંકાસ્પદ રીતે ગતિવિધિઓ પર નજર રાખતો જણાય છે. જ્યારે આ સમયે ત્યાં ટ્રાફિક અને વાહનોની અવરજવર પર નજરે પડી રહી છે.

આ વીડિયો વાયરલ થતા શહેર પોલીસ તથા શહેરનો ઠેકો લઇને ફરનારાઓની લોકો ટીકા કરી રહ્યા છે. એકતરફ નજીકમાં સિવિલ હોસ્પિટલ આવેલી હોય સામાન્ય લોકોની અવરજવર થતી હોય ત્યાં ચાલી ખદબદતા આ પ્રકારના દૂષણને લઇ લોકોનું માથું શરમથી ઝૂકી રહ્યું છે. લોકો વાતો કરી રહ્યા છે કે શું હવે આ જ જાવાનું બાકી હતું ? બેફામ બનેલા આ તત્વો સામે કોઇ કાર્યવાહી થશે ખરી?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY