લખનઉ,તા.૨૨
દેશના રાજકારણમાં રામમંદિર મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આ મુદ્દે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ કુદ્યા છે. આઝમ ખાને આયોધ્યામાં મંદિર-મસ્જીદ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. આઝમ ખાને કહ્યું કે, જે લોકો ૧૯૯૨માં બહાદુરી દેખાડી તો આવા લોકોએ બાબરના સમયે પણ આવી બહાદુરી કેમ ના દેખાડી.
આઝમ ખાને આ મુદ્દા દ્વારા વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદીજીના ફૌજના લોકોને જે ટ્રેનિંગ આપી છે. તેના પર અમલ શરૂ થઇ ગયો છે. હું પુછવા માંગુ છું કે, આ લોકોએ જે બાહદુરી ૬ ડિસેમ્બર ૧૯૯૨માં દેખાડી હતી. તે મર્દાનગી તે સમયે દેખાડી હોત જ્યારે બાબર મસ્જીદ બનાવી રહ્યો હતો તો મસ્જીદ બની જ ના હોત. સવાલ તેટલો જ છે કે, આ મર્દાનગી તે સમયે કિયા હતી જે આજે દેખાડી રહ્યાં છો.
આઝમ ખાને કÌહ્યું, અયોધ્યામાં શું બનવું જાઇએ તેનો સવાલ જ નથી, હું પુછવા માંગું છું આ બહાદૂરી કિયા હતી. માત્ર તે વાત જણાવી દો કો ત્યારે ક્્યાં ગયા હતા દરેક રાજા મહારાજા. તેણે શાયરીના અંદાજમાં કહ્યું કે, બાત ઉઠેગી તો દૂર તલક જાયેગી, જાનના ચાહુંગા કે યે બહાદૂરી કહાં ગઇ થી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




