સુરત,તા.૨૨
બજાર કરતા ઉંચા ટેકાનાં ભાવે સરકાર દ્વારા અનાજની ખરીદીનો શુભારંભ કરાયો છે. માંગરોળનાં કોસંબા ખાતે સરકાર દ્વારા ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરી છે. કોસંબા APMC ખાતે કેબિનેટ મંત્રી ગણપત વસાવા, મંત્રી ઇશ્વરસિંહ પટેલે સરકારનાં ટેકાનાં ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરાવ્યો. કોસંબા APMC ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યાં છે.
રાજ્યમાં જગતનાં તાતની હાલત કફોડી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતાં તાત દેવાદાર બન્યો છે ત્યારે આવા સમયે ખેડૂતોને રાહત થાય અને ખેડૂતોને પોતાનાં પાકનો પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર ખેડૂતોનાં વ્હારે આવી છે. ખેડૂતોને પાકનો સારો ભાવ મળે તે હેતુથી સરકાર દ્વારા ઉંચા ટેકાનાં ભાવે અનાજ ખરીદવાનો શુભારંભ કરી દેવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ પહેલા સુરતની કોસંબા APMC થી ખેડૂતો પાસેથી ઉંચા ટેકાનાં ભાવે ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે કોસંબા APMC ખાતે કેબિનેટ મંત્રી ગણપત વસાવા તેમજ સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં અને ખેડૂતો પાસે ટેકાનાં ઉંચા ભાવે ડાંગરનાં પાકની ખરીદી કરી હતી.
સુરતની કોસંબા APMC દ્વારા બજાર કરતા ઉંચા ટેકાનાં ભાવે સરકાર દ્વારા અનાજની ખરીદી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જિલ્લાનાં માંગરોળ, ઓલપાડ, કામરેજ, માંડવી તેમજ ભરૂચનાં હાંસોટ, અંકલેશ્વર જેવાં તાલુકાઓનાં ખેડૂતો માટે કોસંબા છઁસ્ઝ્ર આશીર્વાદરૂપ સાબિત થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






