કારનું શિર્ષાસન : બાઈકચાલકને અડફેટે લીધો,ચાર વ્યકિત ઘાયલ

0
231

વડોદરા,તા.૨૩
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર જિલ્લા પંચાયત ભવનના ગેટ પાસે કાર રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. અને તે સમયે પસાર થઇ રહેલા એક મોટર સાઇકલ ચાલકને અડફેટમાં લઇ પલટી ખાઇ ગઇ હતી. સદભાગ્યે આ ઘટના સમયે પસાર થઇ રહેલી ફાયર બ્રિગેડની ટીમે કારમાં ફસાયેલા ૪ વ્યકિતઓને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઘટનામાં કોઇને ગંભીર ઇજા પહોંચી નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચના રહેવાસી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રતિક્ષાબહેન, ફૂલચંદભાઇ અને તુષારભાઇ સુઝુકી આજે સવારે કારમાં વડોદરા આવ્યા હતા. તુષારભાઇ કાર ચલાવી રહ્યા હતા. તે સમયે રાજમહેલ રોડ ઉપર જિલ્લા પંચાયત ભવનના ગેટ પાસે તુષારભાઇએ કાર ઉપરથી એકાએક કાબુ ગુમાવતા કાર રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. અને તે સમયે મોટર સાઇકલ લઇને પસાર થઇ રહેલા નાગેન્દ્રભાઇને અડફેટમાં લઇ પલટી ખાઇ ગઇ હતી. કાર શિર્ષાસન મુદ્રામાં આવી ગઇ હતી.
કાર પલટી ખાતા જ પસાર થતા વાહન ચાલકો અને જિલ્લા પંચાયતમાં આવેલા લોકો એકઠા થઇ ગયા હતા. અને બચાવ કામગીરી માટેની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે ફાયર બ્રિગેડની ગાડી પસાર થતાં ફાયર ટીમે ભીડ જાઇને ગાડી ઉભી કરી દીધી હતી. અને કારની નીચે દબાયેલા ચાર વ્યકિતઓનું રેસ્કીયું કરીને બહાર કાઢ્યા હતા. યોગાનુયોગ તે સમયે એમ્બ્યુલન્સ પણ પસાર થઇ રહી હોવાથી એમ્બ્યુલન્સને ઉભી રાખી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં રવાના કર્યા હતા. આ સાથે મોટર સાઇકલ ચાલકને પણ હોસ્પિટલમાં રવાના કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY