મોરબી,તા.૨૩
મોરબીના જાધપર ગામમાં પાણીના વ્હેણ નજીક કોથળામાંથી મળી આવેલ મહિલાની લાશની ઓળખ થઈ ચૂકી છે. તો સાથે તેની હત્યા કરનાર તેના પતિ સહિત ત્રણ આરોપીની પણ એલસીબીએ ઝડપી લીધા હતા. આ ઘટનામાં ચરિત્રની શંકા રાખી પતિએ બ્લાઉઝથી તેનું ગળું દબાવી હત્યા કરી બે મિત્રોની સહાયથી લાશને કોથળામાં ભરી ફેંકી દીધી હતી.
ઘટનાની પ્રથમ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મહિલાની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ મહિલાનું નામ દુર્ગાબેન હોવાનું અને મૂળ મધ્યપ્રદેશની વતની હોય અને ઉચી માંડલ પાસે આવેલ સીબોન સિરામિકમાં મજૂરી કામ કરતી હતી. તેમજ એમપીના ધાર જિલ્લાના વતની ભૂરાભાઈ શંકરભાઈ ડામોરની બીજી પત્ની તરીકે રહેતી હોવાનું સામે આવતા પોલીસે સિરામિક ફેક્ટરીએ પહોંચી હતી. જ્યાં મહિલા છેલ્લા ૪ દિવસથી ગુમ હોવાનું સામે આવતા પોલીસે ભૂરાની પ્રાથમિક પૂછપરછ માટે એલસીબી કચેરીએ બોલાવી આગવી ઢબે પૂછપરછ કરતા ખુદ ભૂરાએ જ તેની બીજી પત્ની દુર્ગાનું અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકાએ હત્યા કરી હોવાનું અને તેના બે મિત્ર સત્યનારાયણ ખેમ્રાજ ડોડીયા અને નટવર ઉર્ફે વિજ્ય અર્જુન ભાભોરે લાશ કોથળામાં બાંધી નર્મદા કેનાલમાં ફેકી હતી. જે પાણીના વહેણમાં તરતી છેક ડેમ સુધી પહોંચી હોવાનું કબુલ્યું હતું. એલસીબીએ ત્રણેય શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



