પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં માંસ મટન બજાર બંધ રાખવા શિવસેનાએ આવેદન પાઠવ્યું

0
252

પવિત્ર શ્રાવણ માસ નજીક છે ત્યારે હિન્દુઓના પવિત્ર માસ નિમિતે મોરબી શહેરમાં નોનવેજની બજાર અને દુકાનો બંધ રાખવામાં આવે તે માટેની માંગ સાથે શિવસેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું
મોરબી જીલ્લા શિવસેના પ્રમુખ દિગુભા ઝાલા, શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચાની આગેવાનીમાં આજે શિવસેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે હિંદુ ધર્મમાં શ્રાવણ માસ પવિત્ર માસ હોવાથી શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારોમાં મોરબી શહેરમાં તેમજ મંદિરની બાજુમાં માંસ મટનની બજાર અને ઈંડાની લારીઓ બંધ રાખવા હુકમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શિવસેના દ્વારા આવેદન આપતી વેળાએ બજરંગ દળના પ્રમુખ કમલભાઈ દવે સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા

રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY