વાપી પાલિકાના વેરા વસુલાત વિભાગે લાલ આંખ કરી આજે ચલા વિસ્તારમાં ૧૫ દુકાનોને સીલ કરતા બાકીદારોમાં ફફડાટ મચી ગયો છે. આજરોજ પાલિકા કચેરીએ કુલ રૂ. ૭.૫૦ લાખની રકમ ભરપાઈ કરાઈ છે. વાપી પાલિકાના વેરા વસુલાત વિભાગે ૩૧ માર્ચ સુધી વેરાની બાકી રકમ ભરપાઈ કરવા બાકીદારોને નોટીસ પાઠવી તાકીદ કરવામાં આવી હતી. જો કે બાકીદારો દ્વારા રકમ ભરપાઈ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતા પાલિકાએ બાકીદારો સામે લાલ આંખ કરી મિલકત સીલ અને જપ્તી કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આજે વેરા વસુલાત વિભાગની ટીમે ચલા વિસ્તારમાં ૧૫ દુકાનોને સીલ કરી દેતા બાકીદારોમાં ફફડાટ મચી ગયો છે. આ તમામ દુકાનદારોએ રૂ.૪.૫૬ લાખની રકમ ભરી નથી. જો કે આજે વેરાવસુલાતની કામગીરીમાં કુલ રૂ. ૭.૫૦ લાખની રકમ કચેરીમાં ભરપાઈ થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






