વિધાનસભામાં કબૂલ કરવામાં આવ્યું છે કે રાજ્યના માત્ર અમદાવાદ અને મહેસાણા જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનોમાં કુલ 120 કરતાં વધુ મહિલા પોલીસ કર્મચારીઓની મોટી ઘટ છે.
રાજ્યના ગૃહ મંત્રીપ્રદીપસિંહે લેખિત જવાબમાં કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાંઆવેલું છે જેમાં 35ના સ્ટાફ સામે 35 મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે પરંતુ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં 77 પૈકી માત્ર 45 જગ્યાઓ ભરવામાં આવી છે અને 32 મહિલા કર્મચારીઓની ઘટ છે.
એવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં 74નો સ્ટાફ લેવાનો નક્કી થયો હતો પરંતુ ગૃહ વિભાગે 30 જગ્યાઓ ભરી છે જ્યારે 44 જગ્યાઓ ખાલી પડી છે, જ્યારે મહેસાણામાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં 74ની જગ્યાએ 31નો સ્ટાફ ભરવામાં આવ્યો છે અને આ પોલીસ સ્ટેશનમાં 43 જગ્યાઓ ખાલી પડી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"