દિવાળીના તહેવાર નિમિત્તે ફુટપાથ પરના બજારમાં અવનવી ચીજવસ્તુઅોનું વેચાણ થતુ હોય છે. નવી સિવિલ હોસ્પિટલ રોડ પર વિવિધ તસ્વીરોનું વેચાણ કરવામાં આવતુ હોવાનું આ તસ્વીરમાં નજરે પડે છે.

0
51

બળાત્કાર કેસમાં ડભોલી સ્વામીનારાયણ મંદિરના સંન્યાસી નિકુંજ સ્વામીની ધરપકડ
નિઃસહાય મહિલાને આર્થિક મદદ કરવાના બહાને બોલાવી મંદિરના સ્વામીએ બે વખત બળાત્કાર કર્યો હતો
સુરત, તા. ૨૪
ડભોલી ચાર રસ્તા સ્વામીનારાયણ મંદિરમાં જ સાધુ નિકુંજ ઉર્ફે કારણ સ્વરૂપદાસ બાબુભાઈ સવાણીએ ૨૦ વર્ષીય યુવતી ઉપર બબ્બે વખત બળાત્કાર ગુજારતા સ્વામીનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. કતારગામ પોલીસે વાસનાલોલુપ ૨૪ વર્ષીય સાધુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
કતારગામ પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ ડભોલી ચાર રસ્તા સ્વામીનારાયણ મંદિરના સાધુ નિકુંજ ઉર્ફે કારણ સ્વરૂપદાસ બાબુભાઈ સવાણી ઉ.વ.૨૪ વિરૂદ્ધ ૨૦ વર્ષીય યુવતીએ બળાત્કારની ફરિયાદ નોધાવી હતી. પીડિતા ફરિયાદી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી સાધુએ ફરિયાદી પીડિતાની માતાની આંગળીઅોના અોપરેશન માટે રૂપિયા આપશે તેવી વાતો કરી સાધુએ ફરિયાદીને અઠવાડીયા પહેલા તથા ગઈકાલે મંદિરે બોલાવી એક રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજારી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પીડિતાએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પીઆઈ એમઆઈ પઠાણે તુરંત ફરિયાદ નોધી સાધુ નિકુંજ ઉર્ફે કારણસ્વરૂપ દાસ બાબુભાઈ સવાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ડભોલી ચાર રસ્તા સ્વામીનારાયણ મંદિરમાં જ સાધુએ બબ્બે વખત એક યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સાધુ સંત સમાજમાં ખળભળાટ વ્યાપી ગયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY