સુરત, તા. ૨૪
કામરેજ ગામના મીરચર નગર ખાતેથી પસાર થતી એક કારમાંથી પોલીસે વગર પાસ પરમીટની ૬૭૨ નંગ વિદેશી દારૂની બોટલ કબજે કરી કાર ચાલક અને બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ચૌધરીને પોલીસે વોન્ટેડ બતાવ્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ ગામના લુહાર ફળીયામાં ઈરફાન ઘાંચી રહે છે. તેઅો કામરેજ ગામના મીરચર ફળીયામાંથી ગોલ્ડન કલરની મારૂતિ કંપનીની ઝેન કારમાં વિદેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો વગર પાસ પરમીટનો મુકી ત્યાંથી પસાર થતા હતા. ત્યારે પોલીસે તેમની કાર આંતરીને તપાસ કરતા ૬૭૨ નંગ ઇગ્લિશ દારૂની બોટલ કિંમત રૂ.૩૩૬૦૦, ૩૦ હજારની કાર, બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૧,૫૦૦ મળી કુલ રૂ.૭૫૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ચાલક ઈરફાન ઘાંચીની ધરપકડ કરી હતી. જાકે મસમોટો દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ચૌધરીને પોલીસે વોન્ટેડï બતાવ્યો હોવાનું જણાવ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





