સુપ્રીમ કોર્ટે દિવાળી પર ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાની વાત કર્યા બાદ આને લઇને દેશમાં ભારે ચર્ચા છે.
ગ્રીન ફટાકડા છે શુ તેન પણચર્ચા જાવા મળી રહી છે. ખુબ ઓછા લોકો એવા છે જે ગ્રીન ફટાકડાને લઇને માહિતી ધરાવે છે.
સુપ્રીમ કોર્ટે આવા જ ફટાકડાનો ઉપયોગ કરવા માટે સુચન કર્યા બાદ આને લઇને વધુ માહિતી લેવા માટેના પ્રયાસ શરૂ કરાયા છે. દિવાળી પર અથવા તો અન્ય કોઇ પણ તહેવાર પર ગ્રીન ફટાકડા અથવા તો ઓછુ પ્રદુષણ ફેલાવી શકે તેવા ફટકડા ફોડવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે. હવે સવાલ એ થાય છે કે આખરે ગ્રીન ફટાકડા શુ અને એવા ક્યા ફટાકડા છે જેમના ઉપયોગથી પ્રદુષણ ઓછુ થાય છે. સામાન્ય રીતે જાવામાં આવે તો કોઇ પણ ફટાકડાને સંપૂર્ણપણે પ્રદુષણમુક્ત હોય તેમ કહી શકાય નહીં. પરંતુ કાઉન્સલ ઓફ સાયન્ટફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિક દ્વારા ફટાકડાની એવી ફોર્મ્યુલા તૈયાર કરી છે જે ગ્રીન ફટાકડાની કેટેગરીમાં આવે છે.
આ પ્રકારના ફટાકડામાં ધુળને વહન કરી લેવાની ક્ષમતા હોય છે. સાથે સાથે આ પ્રકારના ફટાકડાના કારણે થનાર ઉત્સર્જન પ્રમાણ પણ ઓછુ રહે છે. આમાં ફટાકડાની એક ફોર્મ્યુલા એવી પણ છે જેના કારણે વોટર મોલેક્યુલ્સ એટલે પાણીના રજકણ ઉભા થઇ શકે છે. આના કારણે ધુળ અને ખતરનાક તત્વોને ઓછા કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત ઇ-ક્રેકર એટલે કે ઇલેક્ટ્રોનિક ફટાકડાના પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવે છે. જા લોકો ઇચ્છે છે કો દિવાળ પર લોકો ઇ-ફટાકડાને સળગાવી શકે છે. સીએસઆઇઆરના નેરી સંસ્થાઓના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલા ફટાકડાની ફોર્મ્યુલાને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ્સ સેફ્ટી ઓર્ગેનાઝેશનને મોકલી દેવામાં આવી છે. એક વખતે પેસો પાસેથી આને મંજુરી મળી ગયા બાદ આ ફટાકડાના નિર્માણની પ્રક્રિયાને ઝડપી કરવામાં આવનાર છે.
ફટાકડાની માંગને સમયસર પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરવામાં આવનાર છે. સીએસ આઇઆરના આ ગ્રીન ફટાકડાના કારણે ખતરનાક નાઇટ્સ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇઢની સાથે નાના નાના રણકણોના ઉત્સર્જનમાં પઁણ ૩૫ ટકા સુધીનો ઘટાડો કરી શકાશે. જા કે આ પ્રકારના ફટાકડાનુ ઉત્પાદન ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. આ ગ્રીન ફટાકડા આ વખતની દિવાળીમાં ઉપયોગમાં આવી શકશે કે કેમ તેન વાત કરવી હાલમાં મુશ્કેલ છે. જા કે ભવિષ્યમાં આ ગ્રીન ફટાકડા ચોક્કસપણે ઉપલબ્ધ રહેશે. જાણકાર લોકો કહે છે કે દુનિયામાં ફટાકડાના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે ચીન છે. બીજા નંબર પર ભારત છે. ભારતમાં પણ તમિળનાડુના શિવકાશીને ફટાકડાના ગઢ તરીકે ગણવામાં આવે છે. ફટાકડા ભારતમાં મોગલ શાસન વેળાથી જ ફોડવાની પરંપરા રહી છે.
પ્રદુષણ ફેલાવી દેવામાં ફટાકડાની મોટી ભૂમિકા હોય છે. સુપ્રીમ કોર્ટે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનાર ફટાકડાના ઉત્પાદન અને વેચાણની મંજુરી આપી હતી જેનાથી દેશભરમાં ઓછું પ્રદૂષણ ફેલાશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એા સમયે આવ્યો છે જ્યારે થોડાક દિવસ બાદ દિવાળીની ઉજવણી કરવામાં આવનાર છે. દિવાળી ઉપર ફટાકડા ફોડવા માટે કોર્ટે સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દિવાળી પર સાંજે આઠ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ પહેલા મામલામાં ૨૮મી ઓગસ્ટના દિવસે જસ્ટસ એકે સિકરી અને અશોક ભૂષણની બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાલમાં વાયુ પ્રદુષણને લઇને એકબાજુ વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. વાયુ પ્રદુષણ પર બ્રેક મુકવા માટે દેશભરમાં ફટાકડાના ઉત્પાદક અને વેચાણ પર રોક મુકવા માટેની માંગ ઉઠી રહી હતી. અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
આ પહેલા આ મામલામાં ૨૮મી ઓગષ્ટના દિવસે જસ્ટીસ એકે સિકરી અને અશોક ભુષણન બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યુ હતુ કે પ્રતિબંધ સાથે જાડાયેલી અરજી પર વિચારણા કરતી વેળા ઉત્પાદકોની આજીવિકાના અધિકાર અને દેશના ૧.૩ અબજ લોકોના આરોગ્યના અધિકાર સહિત તમામ જુદા જુદા પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડાની વાત કરીને આ પ્રકારના ફટાકડાને પ્રોત્સાહનની વાત કરી છે. આગામી દિવસોમાં આ સંબંધમાં વઘારે માહિતી જાહેર કરાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






