WEF માં પ્રતિસ્પર્ધિ અર્થવ્યવસ્થામાં ભારતને ૫૮મું સ્થાન મળ્યું

0
59

ન્યુ દિલ્હી,તા.૧૭
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે બોલી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાઓને પોતાની ૨૦૧૮ની યાદીમાં ભારતને ૫૮મું સ્થાન આપ્યું છે. આ યાદીમાં સૌથી પહેલુ સ્થાન અમેરિકાને મળ્યું છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું કહેવું છે કે, ૨૦૧૭ની સરખામણીએ ભારતના સ્થાનમાં ૫ પોઈન્ટનો સુધારો થયો છે. આ યાદીએ પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન મોદી સરકારને આંશિક રાહત આપી છે.
વૈશ્વિક પ્રતિસ્પર્ધા અહેવાલમાં ભારત ૬૨ અંકો સાથે ૫૮મા સ્થાને છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું કહેવું છે કે, G-૨૦ અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધારે લાભ ભારતને મળ્યો છે. આ યાદીમાં પાડોશી ચીનની ૨૮મો ક્રમ મળ્યો છે. અહેવાલ અનુંસાર ‘ઉચ્ચ, મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગ’ માં સારૂ પ્રદર્શન કરનાર ચીન અને ભારત જેવા દેશ ઉંચી આવક ધરાવતી અર્થવ્યવસ્થાઓની લગોલગ પહોંચી ગયા છે અને અનેકને પાછળ પણ છોડી દીધા છે.
WEF ના અહેવાલ પ્રમાણે અનુસંધાન અને વિકાસ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાના મામલે ચીન સરેરાશ, ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થાઓથી ઘણું જ આગળ છે. જ્યારે ભારત પણ આ મામલે ચીનની આસપાસ જ છે. ભારત વ્યાપાર રોજગારી સર્જવાના અને દેવાળીયાની ઘટનાઓ માટે માત્ર પોતાની ઓછી ક્ષમતા ધરાવતી નોકરશાહીના કારણે જ પાછળ છે. બ્રિક્સ અર્થવ્યવસ્થાઓમજં ચીન ૭૨.૬ પોઈન્ટ સાથે સૌથી ઉપર ૨૮માં સ્થાને છે. ત્યાર બાદ રશિયા ૬૫.૬ પોઈન્ટ સાથે ૪૩માં, ૬૨.૦ પોઈન્ટ સાથે સાથે ભારત ૫૮માં, દક્ષિણ આફ્રિકા ૬૦.૮ પોઈન્ટ સાથે ૬૭માં અને બ્રાઝીલ ૫૯.૫ પોઈન્ટ સાથે ૭૨માં સ્થાને છે.
ઉઈહ્લ અનુંસાર ભારતના સૌથી મહત્વપૂર્ણ પ્રતિસ્પર્ધા લાભોમાં તેના બજારનું કદ, નવોન્મેષ વગેરેનો સમાવેશ થાય છે. જાકે દેશને તેના શ્રમ રોજગાર (ખાસ કરીને કર્મચારીઓના અધિકારો), ઉપ્તાદન બજાર અને કૌશલ (ખાસ કરીને વિદ્યાર્થી-શિક્ષક રેશિયો)માં સુધારો કરવાની જરૂર છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ યાદીમાં ટોચના ૧૦ દેશો શામેલ છે. જેમાં અમેરિકા, સિંગાપુર, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, જાપાન, નેધરલેંડ, હોંગકોંગ, બ્રિટન, સ્વીડન અને ડેન્માર્કનો સમાવેશ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY