માંગરોળના હરસાણી ગામમાં ફટકા ઝીંકી મહિલાની હત્યા લાકડાના ફટકા ઝીંકી દેવાતા મહિલાનું ઘટના સ્થળે મોત

0
232

સુરત, તા. ૨૪
માંગરોળ તાલુકાના હરસણી ગામ ખાતે એક મહિલા પર લાકડાના ફટકા વડે હુમલો કરી મોત નીપજાવી એકઆરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકે નોધાતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના હરસણી ગામ ખાતે નિલેશભાઈ મનહરભાઈ વસાવા રહે છે. તેમણે માંગરોળ પોલીસ મથકમાં નોધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત દિવસોમાં હરસણી ગામના ખાંટા આંબા ફળીયા ખાતે રહેતા અને આરોપી હસમુખભાઈ ચુનીલાલ વસાવાએ કોઈપણ અગમ્ય કારણોસર લાકડાના ફટકા વડે તેમની માતા સોનાબેન વસાવા પર હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોચાડી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ તેમના પુત્ર નિલેશભાઈને કરવામાં આવતા તેઅો પોલીસ મથકમાં પહોચી ગયા હતા. જ્યાં પોલીસના કાફલા સાથે ઘટના સ્થળે પહોચીને મૃતદેહનો કબજા લઈ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY