સાંકડી ગલી હોવાથી ફાયરની ગાડી અંદર જઇ શકી નહીં
– આગ બુઝાવવા ૧૪ હોસ પાઇપ જોડવા પડયા
વરસી રહેલા વરસાદમાં ઉધના વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં ઇલેકટ્રીક શોર્ટ-સર્કીટ થતાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં નાસભાગ થઇ ગઇ હતી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધના બસ ડેપો પાસે મોરારજી વસાહત નજીક શિવનગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું આવેલું છે. ગતરાતે ત્યાં વરસાદ વરસી રહ્યો હતો, તે સમયે કારખાનામાં ડુલ થયેલી વિજળીનો પાવર પાછો આવતાં જ ધડાકા સાથે શોર્ટસર્કીટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગ ફેલાતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢને જાણ થતાં ફાયરજવાનો સાથે ત્યાં ધસી ગયા હતા. આ સાથે ત્યાં માનદરવાજા, મજૂરાગેટ અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ૯થી ૧૦ ગાડી વારાફરતી ત્યાં પહોંચી હતી. કારખાનાની ગલી ખૂબ જ સાંકડી છે. તેથી ફાયરની ગાડી કારખાના સુધી જઇ શકી નહીં. અને ગાડી દુર મુકવી પડી હતી. જો કે, એક પાઇપ સાથે બીજો પાઇપ જોડી એવા ૧૪ હોસ પાઇપ જોડયા હતા. અંદાજીત ૭૦૦ મીટર દુર સુધી પાણીનો પાઇપ લંબાવીને પાણીનો છંટકાવ કર્યો હતો. ફાયરજવાનો સતત બે કલાક સુધી પાણીનો છંટકાવ કરતા આગ કાબુમાં આવી હતી. જો કે, ફાયરજવાનોએ આજુબાજુના કારખાના બચાવી લીધા હતા. આગમાં એમ્બ્રોઇડરી મશીન, માલસામાન, કાપડનો જથ્થો, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




