સુરત, તા. ૨૪
કડોદરા ક્રિષ્ણાનગર અને શાંતિનગર ખાતે આવેલી એક દુકાનમાં વગર લાયસન્સે ફિલ્મો તથા ફિલ્મોની વીડિયો ફાઈલો રાકી મેમરી કાર્ડમાં કોપી કરી આપવાના ગુનામાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ત્રણ આરોપીઅો સામે કોપીરાઈટ એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા સત્યમનગર ખાતે ગૌરવ કુશ્વાહા, તિરૂપતિ રેસીડેન્સી ખાતે સુરેન્દ્રકુમાર તથા વિજયકુમાર નંદલાલ સિંહ રહે છે. તેઅોની એક દુકાન કડોદરા સોનીપાર્ક-૨ તથા શાંતિનગર ખાતે આવેલી છે. ગત દિવસોમાં યોગી ચોક ભવાની સોસાયટી ખાતે રહેતા શૈલેષ લાઠીયાએ પોલીસને સાથે રાખી તેમની દુકાનમાં દરોડા પડાવતા તેઅો કોમ્પ્યુટરની અંદર ઈગલ હોમ એન્ટરટેન્ટમેન્ટ કંપનીના ફિલ્મો અને ફિલ્મોની વીડિયો ફાઈલો રાખી વગર લાયસન્સે મેમરી કાર્ડમાં કોપી કરી ગ્રાહકોને વેચાણ કરી આપી નાણાં ખંખેરી લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. કડોદરા જીઆઈડીસી પોલીસે ત્રણ આરોપીઅો સામે કોપીરાઈટ એક્ટની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






