‘દાદા થઇ ગયો છે’ કહીને ત્રણ શખ્સોએ એક યુવક પર કર્યો હુમલો

0
13

અમદાવાદ,તા.૨૪
તૂ દાદા હો ગયા હૈ, તૂને હમારી સાથ ગદ્દારી કી તેમ કહીને ત્રણ યુવકોએ એક યુવક પર તલવાર વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. બે વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે.
મેઘાણીનગરમાં ચંદનનગરમાં રહેતા ૩૦ વર્ષીય ગજેન્દ્રસિંહ ભદોરિયા તા. રરનાં રોજ ગજેન્દ્રસિંહ ભાર્ગવરોડ પર બેઠો હતો ત્યારે રવિકાંત ઉર્ફે ચોર બઘેલ (રહે. આંબેડકરનગર, મેમ્કોબ્રિજ) તથા ઓમકિશોર ઉર્ફે રીંકુ પરિહાર (રહે. કુંભારજીની ચાલી, રામેશ્વર) તથા લાલિયો ઉર્ફે ઇમરાન તેની પાસે આવ્યા હતાં.
તૂ દાદા હો ગયા હૈ તૂને હમારી સાથે ગદ્દારી કી તેમ કહીને રવિએ ગજેન્દ્રને ગાળો આપી હતી. ગજેન્દ્રએ ગાળો બોલાવાની ના પાડતાં ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને આજ તો તુઝે ઝિંદા નહીં જાને દેગેં તેમ કહીને તલવારના ઘા મારવાના શરૂ કરી દીધા હતા. ત્રણેય જણાએ ઉપરાછાપરી તલવારના ઘા મારતાં ગજેન્દ્ર ઢળી પડ્યો હતો. જ્યારે ગજેન્દ્રએ પણ રવિને તલવારનો ઘા માર્યો હતો. બન્ને જણાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY