રાજપીપળા:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવા પોલીસ ટીમને કડક સૂચના આપી છે.સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈને જિલ્લામાં ગેર કાયદેસરની તમામ પ્રવૃત્તિ નાબૂદ કરવા પોલીસ વિભાગને સઘન પેટ્રોલિંગ કરવા જણાવ્યું છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ડેડીયાપાડા પોલીસ મથકની ટીમો સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ દરમિયાન ત્યાંથી એક કારમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી.દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નંબર વગરની પસાર થઈ રહેલી એક કારને રોકી તપાસ હાથ ધરતા એમાંથી વિદેશી બનાવટની ૧૧૮૨ નંગ દારૂની બોટલો કિંમત રૂ.૧,૮૮,૭૦૦/- મળી આવી હતી.આ તપાસ દરમિયાન ચાલક મેહુલ મંગળ વસાવા(રહે. જુનાઘાટા,તા.નાંદોદ)સ્થળ ઉપર પોતાની ગાડી મુકી ફરાર થઈ ગયો હતો.બાદ પોલીસે યોગેન્દ્રભાઇ પરસોત્તમભાઇ વસાવા,પોતાની મો.સા પર પાયલોટિંગ કરતા હરેશ હરીસીંગ વસાવા તથા દશરથભાઇ ભુદરભાઇ વસાવાને (ત્રણેવ રહે.જુનાઘાટા,નાંદોદ) વિદેશી દારૂ તથા 1 લાખની સુમો ગાડી,1 મોબાઈલ મળી કુલ ૨,૮૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





