પારૂલ યુનિ.ની નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો

0
18

વડોદરા,તા.૨૪
શહેરની પારુલ યુનિવર્સિટીની ન‹સગની વિદ્યાર્થિનીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી રહસ્યમય સંજાગોમાં મળી આવી છે. વિદ્યાર્થિનીનો પૂર્વ પતિ પણ હજુ લાપતા છે. કેનાલ નજીકથી બાઇક મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતિ મુજબ મૂળ ક્વાંટની રહેવાસી વર્ષા દિનેશભાઇ તડવીએ અઢી વર્ષ પહેલાં અજય નાનાભાઇ કહાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બંને વચ્ચે અણબનાવ થતાં એક વર્ષ પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા. વર્ષાએ પારુલ યુનિવર્સિટીમાં નર્સિગનો અભ્યાસ શરૂ કર્યો છે અને તે અન્ય સહેલીઓ સાથે વાઘોડિયારોડ પર ગાયત્રી મંદિર નજીક અક્ષર એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી.
ત્રણ દિવસ પહેલાં પૂર્વ પતિ અજય અક્ષર ટેનામેન્ટ આવ્યો હતો અને વર્ષાને મળ્યાં બાદ બંને બાઇક પર બહાર નીકળ્યાં હતાં. બીજા દિવસે વર્ષાની લાશ રહસ્યમય સંજાગોમાં સરણેજ ગામ નજીક નર્મદા કેનાલમાંથી મળી હતી, પરંતુ અજયનો પત્તો લાગ્યો ન હતો. જરોદ પોલીસને અજયનું બાઇક બોડેલી પોલીસ સ્ટેશનની હદમાં મોરખલા ગામ પાસે કોલિયારી ગેટ નજીકથી મળ્યું હતું. વર્ષાનો પૂર્વ પતિ અજય કહાર કિયા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY