ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ આપો : હાઈકોર્ટમાં અરજી દાખલ

0
15

અમદાવાદ,તા.૨૪
રાજ્યમાં દારૂબંધીના કાયદા હેઠળ ઘરમાં દારૂ પીવાની છૂટ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન આ મામલે રાજ્ય સરકાર પાસે સૂચન માગ્યા છે. આ ઉપરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દારૂ પીને ગાડી ચલાવવી મોટો ગુનો છે. જ્યારે આ મામલે વધુ સુનાવણી આગામી મંગળવારના રોજ હાથ ધરાશે. જેમાં સરકારના જવાબ પર મોટો આધાર છે. ગાંધીના ગુજરાતમાં દારૂ પીવા માટે છૂટછાટ અપાય તેવી સંભાવના ઘણી ઓછી હોવા છતાં રાઇટ ટુ પ્રાઈવસી હેઠળ ઘરમાં દારૂ પીવાની છૂટ અંગે કોર્ટમાં અરજી કરાઈ છે. જેમાં દરેક વ્યÂક્તને પોતાની મરજી મુજબ જીવવાનો અધિકાર છે. સરકારના કાયદાઓનું પાલન કરી લોકો ઘરમાં દારૂ પી શકે તે માટેની માગ કરાઈ છે. હાલમાં ગુજરાત સરકારે પરમીટો પર પણ બ્રેક મારી છે.
ઘણી પરમીટો રદ કરી દીધી છે. જેને પગલે સરકારમાંથી છૂટછાટ અપાય તેવો જવાબ આવે તેવી સંભાવના ઓછી છે. આ કેસ દારૂબંધી સાથે સંકળાયેલો હોવાથી પોલીસ અને ગુજરાતની પ્રજાની નજર રહેશે. આગામી મંગળવારે આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. જા દારૂ પીવાની ઘરમાં છૂટછાટ અપાય તો ઘણી જગ્યાએ ગુજરાતમાં ફટાકડા ફૂટે તો નવાઈ નહીં. ગુજરાતમાં મોટાપાયે દારૂ પીવાય છે. ગુજરાતીઓ દારૂ પીવા માટે રાજસ્થાન, મુબઈ અને ગોવા સુધી લાંબા થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY