ન્યુ દિલ્હી,તા.૨૪
સીબીઆઈની અંદર ચાલી રહેલા બે શીર્ષસ્થ નેતાઓ એજન્સીના ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેનો ગજગ્રાહ વિપક્ષ દ્વારા વડાપ્રધાન મોદીને નિશાને લેવાનું કારણ બન્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે મોદી સરકારે સીબીઆઈની આઝાદીમાં આખરી ખીલ્લો માર્યો છે. સીબીઆઈનું વ્યવસ્થિત વિધ્વંસ અને બદનામી હવે પુરી થઈ ગઈ છે. એક સમયની શાનદાર તપાસ એજન્સી- તેની અખંડિતતા, વિશ્વસનીયતા અને દ્રઢતા ખતમ કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે.
સૂરજેવાલાએ આલોક વર્માને રજા પર મકલવાને બેન્કિંગ ગોટાળા અને રફાલ ડીલ સાથે સાંકળ્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આલોક વર્મા રફાલ ડીલની તપાસ શરૂ કરવાના હતા. જેને કારણે તેમને હટાવવામાં આવ્યા છે અને તેમના અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. સૂરજેવાલાએ દાવો કર્યો છે કે આલોક વર્મા દ્વારા નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાના મામલામાં કડકાઈ દાખવવામાં આવી હતી. માટે મોદી સરકારે તેમને હટાવી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



