પ્રિયંકા ચોપરા નિક સાથે લગ્ન બાદ ૪૭ કરોડના ઘરમાં રહેશે..!!

0
9

મુંબઈ,તા.૨૪
પ્રિયંકા ચોપડા અને નિક જાનસ ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. આ સાથે સાથે જ આ કપલ પોતાના નવા આશિયાનાને સજાવવા અને તેના પ્લાનીંગમાં લાગી ગયા છે. એવા સમાચાર છે કે નિક જાનસે લોસ એન્જેલન્સમાં પોતાનું ભવ્ય, આલિશાન ઘર ખરીદી લીધુ છે. તેમના આ સુંદર આશિયાનાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આની કિંમત આશરે ૪૭.૫૦ કરોડ છે. આ ઘર ૪૧૨૯ વર્ગ ફીટમાં ફેલાયેલુ છે. તેમાં ૫ રૂમો છે. ઘરની અંદર સ્વિમિંગ પૂલ છે. ઘરનું ઇન્ટીરિયર ડિઝાઇન પણ ખુબસુરત છે. ઘરમાં રહેલ ગાર્ડન તેની ખુબસુરતીમાં વધારો કરે છે. બાથરૂમથી લઈને ગેસ્ટ રૂમ લક્ઝરીથી ભરપુર છે.
આપને જણાવી દઈએ કે કેટલાક વર્ષોમાં પ્રિયંકાનો વધારે સમય અમેરિકામાં જ વ્યતીત થયો છે. કેમેકે પ્રિયંકાને હોલીવુડ પ્રોજેક્ટમા કારણે યુએસમાં રહેવુ પડે છે. હવે તો પ્રિયંકાના લગ્ન પણ ત્યાંજ થઈ રહ્યા છે. સીધી વાત છે કે લગ્ન પછી પ્રિયંકા તેના પતિ સાથે વધારેમાં વધારે સમય વીતાવશે. ભારતમાં પણ પ્રિયંકાના પ્રોફેશનલ કમિટમેન્ટ છે.
થોડા સમય પહેલા જ પ્રિયંકા અને નિકની ધામધપમ પુર્વક સગાઈ કરવામાં આવી હતી. હિન્દુ રીત રિવાજ મુજબ તેમની સગાઈ થઈ હતી. આ સેરમનીમાં નિકના માતા-પિતા પણ હાજર રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY