મુંબઈ,તા.૨૪
દીપિકા પાદુકોણ અને રણબીર સિંહ લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યા હતા. આ બંનેની ઓન સ્ક્રીન તેમજ ઓફ સ્ક્રીન જાડી દર્શકોને ખુબજ પસંદ આવી રહી હતી. બંને એ એક સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. દીપિકા પાદુકોણે પોતાના ગળા પર રણબીરનું ટેટુ પણ કરાવ્યુ હતુ જા કે કિસ્મતને આ વાત મંજુર ન હતી આ બંનેનો સંબંધ લાંબો ચાલ્યો ન હતો.
બંને એકબીજાથી અલગ થઈ ગયા અને તેમનો સંબંધ તુટી ગયો. કથિત રીતે રણબીર સાથે આલિયા ભટ્ટ સાથે રિલેશનમાં છે તો દીપિકા ૧૪-૧૫ નવેમ્બરે રણવીર સિંહ સાથે લગ્ન કરશે. રણબીર અને દીપિકાને લઈને ખુબ ચર્ચાઓ થઈ હતી. દર્શકો આ કપલને હંમેશા માટે સાથે જાવા માંગતા હતા.
આ રિલેશન તુટતા લાંબા સમય સુધી બનેએ સાથે કામ કર્યુ ન હતુ. હવે સમાચારો મળી રહ્યા છે કે આ જાડી સિનેમાના પર્દે ફરી એકવાર નજર આવશે. બંને છેલ્લે ૨૦૧૫માં ફિલ્મ તમાશામાં સાથે નજર આવ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર લવ રંજનની આગામી ફિલ્મ ૨૦૧૯માં ફ્લોર પર આવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને અજય દેવગનને કાસ્ટ કરવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણ લીડ રોલમાં આ ફિલ્મમાં છે. ૩ વર્ષબાદ આ જાડી નજર આવશે. જા કે હજુ સુધી અજય દેવગનની ઓપોઝીટ કોણ કામ કરશે તે નક્કી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




