ચંડીગઢ,તા.૨૪
ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાલ બહાર ચાલી રહેલો સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ પોતાને ક્રિકેટ પંડિત ગણાવી રહ્યો છે. હરભજને કહ્યું કે, રોહિત શર્મા અલગ સ્તરનો ખેલાડી છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા હોય ત્યારે કોણ શ્રેષ્ઠ તે નક્કી કરવું મુશ્કેલ છે. મારા માટે બંને નંબર ૧ છે. જ્યારે તેઓ બંને સાથે રમતા હોય છે ત્યારે બંનેનું રમત પર પ્રભુત્વ હોય છે.
વિરાટ લયમાં રમતો હોય ત્યારે તે તમને વિકેટ લેવાની બહુ ઓછી તક આપે છે. તે મોટાભાગના શોટ જમીન પર રમે છે. વિરાટ કોહલીની રમત દિવસેને દિવસે નીખરતી જાય છે અને તેને કેવી રીતે આઉટ કરવો તે કોઈ જાણતું નથી. જ્યારે તે રમવાનું બંધ કરશે ત્યારે તેના રેકોર્ડ કોઈ સરળતાથી તોડી નહીં શકે તેમ હરભજને કહ્યું હતું.
હરભજને રોહિતને કોહલી કરતાં સારો બેટ્સમેન ગણાવ્યો. તેણે કહ્યું કે જા હું રોહિત અંગે વાત કરું તો તેણે દક્ષિણ આફ્રિકામાં ડરબન ટ્રેક પર ટી૨૦ વિશ્વકપમાં મોર્કેલની ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. જેના પરથી હું સમજી ગયો કે તેનામાં વિશેષ પ્રતિભા છે. જા પ્રતિભાની વાત કરીએ તો રોહિત કોહલી કરતા ઉપર છે. પરંતુ વિરાટે આકરી મહેનત દ્વારા તમામને પાછળ રાખી દીધા છે.
હરભજને કહ્યું કે, વિરાટના આંકડામાં છેલ્લા થોડા વર્ષોથી ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોઈ તેની આજુબાજુ પણ નથી. કોહલી અને રોહિત બંને નંબર ૧ પ્લેયર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





