એક વ્યકિતએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી : સોની રાજદાન

0
24

મુંબઈ,તા.૨૪
બોલીવુડમાં જારશોરથી ચાલી રહેલા મીટૂ અભિયાનમાં હવે વધુ એક જાણીતું નામ સામેલ થઈ ગયું છે. આલિયા ભટ્ટની માતા સોની રાજદાને તેની સાથે થયેલા યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, એક વ્યકિતએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી પરંતુ તે સમયે હું કંઈ બોલી શકી નહોતી.
સોની રાજદાને ધ કિવન્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારી સાથે પણ આવી ઘટના બની હતી. હું શૂટ પર હતી અને એક વ્યકિતએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી, પરંતુ હું બચી ગઈ. જા આજે આવી ઘટના બની હોત તો મારું પગલું કંઈક અલગ જ હોત. હું તેને સાંખી ન લેત ને કદાચ આ અંગે ફરિયાદ પણ કરત.
સોની રાજદાને એમ પણ કહ્યું કે, તે વ્યકિતના પરિવાર મુશ્કેલીમાં ન મુકાય તે માટે હું આ ઘટના અંગે અત્યાર સુધી નહોતી બોલી. સાંભળવામાં આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે પરંતુ તેના પરિવારમાં નાના-નાના બાળકો હતો. તે વ્યકિતને ભૂલની સજા પરિવારને ભોગવવી પડી શકત. તે સમયે માહોલ એવો હતો કે આવી ઘટના સામે અવાજ ઉઠાવ્યા બાદ કોઈ તમને સમજી શકશે કે નહીં તેનો પણ પ્રશ્ન રહેતો હતો. તેથી મૌન ધારણ કરી લેવામાં આવતું હતું.
તેણે આલોકનાથ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આલોકનાથ અંગે દબાયેલા અવાજમાં સૌને ખબર છે. તે શરાબ પીધા બાદ કંઈક અલગ જ બની જતા હતા. તેમણે મારી સાથે કંઈ કર્યુ તો નથી પરંતુ તેમની આંખો બધું જ કહી દે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY