આલિયા અને રણબીર આવતા વર્ષે પરણી જશે..?!!

0
8

મુંબઈ,તા.૨૯
મોખરાની કલાકાર જાડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આવતા વરસે લગ્ન કરે એવી શકીયતા હોવાની માહિતી મળી હતી. હાલ રણવીર સિંઘ-દીપિકા પાદુકોણ અને પ્રિયંકા-નીક જાનસનાં લગ્નોની વાત જારશોરથી થઇ રહી છે. માતબર ફિલ્મ સર્જક કરણ જાહરની બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન, બલ્ગેરિયામાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે પ્રણય સ્થપાયો હોવાની વાતો છેલ્લા થોડા મહિનાથી ચર્ચાતી હતી.
બંનેના વડીલોએ પણ આ સંબંધ પર મંજૂરીની મહોર મારી હોવાની વાતે વહેતી થઇ હતી. જા કે હાલ કપૂર પરિવારના મોભી સમાન અને લેજંડરી અભિનેતા ફિલ્મ સર્જક રાજકપૂરનાં પત્ની કૃષ્ણા કપૂરનું નિધન થયું હોવાથી અને ખુદ રિશિ કપૂર કેન્સરની સારવાર હેઠળ હોવાથી હાલ તો આ બંને પરણી શકે એમ નથી એવું કપૂર પરિવારના પ્રવક્તાએ કહ્યું હતું.
હાલ આલિયા ભટ્ટ પણ કપૂર પરિવાર સાથે અમેરિકામાં છે જ્યાં ન્યૂયોર્ક શહેરમાં રિશિ કપૂરની સારવાર ચાલી રહી છે. બંને પરિવારના વડીલોને આ સંબંધ માન્ય હોવાથી બીજી કોઇ સમસ્યા હવે રહી નથી. બંને આવતા વરસે લગ્ન કરી શકે છે અને આલિયાની ઇચ્છા હોય તો પરણ્યા પછી પણ અભિનય કારકિર્દી ચાલુ રાખી શકે છે એેવી સમજૂતી પણ બંને પક્ષો વચ્ચે થઇ હોવાનું કહેવાય છે. રણધીર કપૂરની પત્ની બબીતા અને રિશિ કપૂરની પત્ની નીતુ સિંઘે સ્વેચ્છાએ કારકિર્દીને જતી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY