કેવડિયા કોલોની ખાતે રેલવે સ્ટેશનની કામગીરી ની શરૂઆત માં વિલંભ : રેલવે વિભાગે જે જમીન સર્વે કર્યો એ ખાનગી નીકળ્યો

0
13

મુખ્ય મલિક ચંચળબેન પુનિયાભાઈ તડવી કે જે 219 સર્વે નંબરનો કબ્જો ધરાવે છે, આ 2 એકર જમીન માં સરકારે સંપાદિત જમીન સમજી રેલવે સ્ટેશન બનાવવા નું નક્કી કર્યું ત્યારે આ વિવાદ થતા રેલવે લાઈન પુનઃ વિવાદ માં આવી છે.

રેલવે વિભાગ જેસીબી લગાડી જમીન સફાઈ કરાવે એ પહેલા જમીન મલિકે આવી કામગીરી અટકાવી

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રવાસીઓ માટે મુસાફરીની સુવિધા વધારવા ચાંદોદ થી રેલવે લાઈન સીધી કેવડિયા લાવવાનો પ્લાનિંગ સરકાર નો છે એટલે રાજપીપલા બાયપાસ છોડી કેવડિયા કોલોની લાવવાની યોજના મુકાઈ જે માટે રેલવે બોર્ડ સચિવ,એમડી તમામે વિઝીટ પણ કરી અને કેવડિયા કોલોની ખાતે પોલીસ સ્ટેશન સામે રેલવે જંકશન બનાવવાનું નક્કી થયું હતું જેનું કામ આજથી શરૂ કરતા મુખ્ય મલિક ચંચળબેન પુનિયાભાઈ તડવી કે જે 219 સર્વે નંબરનો કબ્જો ધરાવે છે, આ 2 એકર જમીન માં સરકારે સંપાદિત જમીન સમજી રેલવે સ્ટેશન બનાવવા નું નક્કી કર્યું ત્યારે આ વિવાદ થતા રેલવે લાઈન પુનઃ વિવાદ માં આવી છે.

કેવડિયા કોલોની માં પોલીસ સ્ટેશન સામે આવેલ 5 એકર જમીનમાં રેલવે સ્ટેશન બનાવવા માં આવવાનું હતું પરંતુ જેમાં 2 એકર ખાનગી મલિક ચંચળબેન પુનિયાભાઈ તડવી નો સર્વે નંબર 219 નીકળતા આ રેલવે સ્ટેશન ફરી વિવિદ માં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વના મહત્વના સ્થળ તરીકે સરકારપ્રવાસીઓ માટે સારો રસ્તો અને ટ્રેન સુવિધા હોય તો પ્રવાસીઓ આવે જે હેતુ સર રાજ્ય સરકાર દ્વારા ફોરલેન રોડ તો બનાવાઈ રહ્યો છે પરંતુ હવે ચાંદોદ થી સીધી રેલવે લાઈન કેવડિયા લઇ જવા માંગે છે, જે બાબતે સર્વે થઇ ગયો અને કેવડિયા પોલીસ સ્ટેશન આગળ જંક્શન બનશે આ બાબતે થોડા દિવસ પહેલા સેન્ટ્રલ રેલવે બોર્ડ ના ચેરમેન, એમ.ડી સહીત ટીમ કેવડિયા આવી અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ સમગ્ર તૈયારી થઇ ગઈ છે ત્યારે હવે લાઈનો માટે જમીનો ના સંપાદન આવતા જેનો વિરોધ થઇ રહ્યો છે. અને તાજેતરમાં આ લાઈન જે ખેડૂતોના ખેતરમાં થી જઈ રહી છે તે ખેડૂતો આ લાઈનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.હવે મુખ્ય જંકશન વાળી જમીનનો વિરોધ થતા મામલો ગરમાયો છે અને જંક્શન પણ વિવિડમાં આવ્યું છે.ત્યારે હવે વચગાળાનો રસ્તો કાઢે અને આ કામગીરી આગળ વધારે એ જરૂરી બન્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY