ફક્ત ચેતવણી આપી છોડી મૂકતી નિર્ભયા ની ટીમે ફરિયાદ મળતા માતા પુત્ર સામે કાયદેસર પગલાં લેતા અન્ય માટે ચેતવા જેવો કિસ્સો

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ઝાબાજ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ ટૂંક સમય પહેલાજ શાળા કોલેજ માં અભ્યાસ કરતી દીકરીઓ ની સુરક્ષા માટે એક ખાસ નિર્ભયા સ્કોડ ની રચના કરી હતી એને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દીકરીઓ પણ આ ટિમ થી સલામતી અનુભવે છે
જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ નિર્ભયા ટીમે પેટ્રોલિંગ ની સાથે જિલ્લા ની દરેક શાળા કોલેજો પર એક ફરિયાદ પેટી મૂકી હતી જે સમયાંતરે ખોલી ફરિયાદ મુજબ પગલાં લેવા માટે આજે નિર્ભયા ટીમના પી એસ આઈ કે કે પાઠક સાથે નયનાબેન વસાવા અને રાજેશ્રીબેન વસાવા એ ડેડીયાપાડા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ની ફરિયાદ પેટી ખોલતા તેમાંથી નીકળેલી ફરિયાદ મુજબ આકાશ અને તેની માતા ઉર્મિલાબેન વસાવા ત્યાંની વનિતા નામની છોકરી ને કોલેજ જતા સમયે હેરાન કરતા હોય ફરિયાદ મુજબ નિર્ભયા ટીમે માતા પુત્ર બંને ને ડેડીયાપાડા પોલીસ મથકે લાવી પી એસ આઈ કે એલ ગળચર ને સોંપતા ડેડીયાપાડા પી એસ આઈ ગળચરે બંને વિરુદ્ધ સી આર પી સી 151 મુજબ કાયદેસર પગલાં લઈ જામીન લેતા ડેડીયાપાડા સહીત તમામ શાળા કોલેજ નજીક હેરાનગતિ કરનારા તત્વો માં ભારે ફફડાટ જોવા મળ્યો હતો
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





