પોરબંદરમાં બોલેરો-કાર વચ્ચે અકસ્માત : બે લોકોના મોત

0
14

પોરબંદર,તા.૨૪
પોરબંદરમાં એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક પરિવાર જૂનાગઢનો હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માત આજે સવારે થયો હતો. હાલ પોરબંદર-દ્વારકા હાઇવેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી રસ્તાઓ ઘણા ખરાબ થઈ ગયા છે. અકસ્માત થયો તે બોલેરો કાર રોડનું કન્સ્ટ્રક્શનનું કામ કરતી કંપનીની હોવાનું માલુમ પડ્યું છે.
મળતી માહિતી પ્રમાણે પોરબંદરના કાંટેલા અને રાતડી વચ્ચે પીકઅપ વાન બોલેરો અને અલ્ટો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બનાવમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગ બનનાર પરિવાર જૂનાગઢના મતયાણા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાળા કલરની અલ્ટો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતનો ભોગ બનનારી અલ્ટો કારનો નંબર જી-જે-૧૭-બીએ-૧૧૪૫ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY